Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અભાવિપની પ્રાંત અધિવેશનની સ્વાગત સમિતિમાં રામભાઇ મોકરીયા અને ભાર્ગવભાઇ ઠાકરની વરણી

રાજકોટ તા.૪ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના ૪૯માં પ્રાંત અધિવેશનના સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે રામભાઇ મોકરિયા (મારૂતિ કુરિયર) અને મંત્રી તરીકે ભાર્ગવભાઇ ઠાકરની પસંદગી કરાઇ છે.

તા.૧૯-ર૦-ર૧ જાન્યુઆરીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૪૯માં પ્રાંત અધિવેશનને ધ્યાનમાં રાખી સ્વાગત સમિતિની રચના થઇ છે. જેમાં પ્રતિષ્ઠીત લોકો તથા સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત રામભાઇ હરજીભાઇ મોકરીયા (મારૂતિ કુરિયર) બી.એ.એલ.એલ.બી. સુધીનો અભ્યાસ ધરાવે છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મુળ પોરબંદરના કાર્યકર્તા ૧૯૭૮ થી ૧૯૮૪ સુધીમાં પોરબંદર નગર મંત્રી, સહમંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી ચુકયા છે. કોલેજમાં જીએસ અને જીજીએસની જવાબદારી સંભાળી ચુકયા છે અને વ્યવસાયે મારૂતિ કુરિયર, મારૂતિ નંદન લોજીસ્તક પ્રાઇવેટ લીમીટેડના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

ગુજરાત કુરીયર એસોસીએશન પ્રમુખ તરીકે ફેડરેશન ઓફ ઇન્ડીયન કુરીયર એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે પણ સેવારત છે.

મંત્રી તરીકે નિયુકત ભાર્ગવ રામક્રિશ્ન ઠાકર એમ. કોમ. સુધીનો અભ્યાસ ધરાવે છે. ૧૯૯૭ સીલ પ્રોજેકટથી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને પ્રથમ રાજકોટ ત્યારબાદ કર્ણાવણી કાર્ય ક્ષેત્રે કર્ણાવતી મહાનગર સહમંત્રી તથા પ્રાંત સહમંત્રી સુધી વિવિધ જવાબદારીઓ વહન કરી ચુકયા છે ર૦૦૧ ગુજરાત યુનિવર્સિટી વાણીજય વિદ્યા શાખામાં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાયા હાલ રાજકોટ મહાનગર પાલિકાની ઓડીટ શાખામાં કાર્યરત છે. તેમ અધિવેશનના પ્રચાર પ્રસાર પ્રમુખ પાર્થભાઇ પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે. 

(4:49 pm IST)