Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સામાકાંઠે કડક વેરા વસુલાતઃ ૬ લાખની આવક

પટેલનગર, મોરબી રોડ, સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ સહીતના વિસ્તારમાં વેરા ઇન્સ્પેકટરોની ટુકડીઓ ત્રાટકીઃ ૧ મિલ્કત સીલ

રાજકોટ, તા., ૪: મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત સામાકાંઠા વિસ્તારના મોરબી રોડ, સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ, પટેલ નગર સહીતના વિસ્તારોમાં બાકીવેરો વસુલવા ૬ મિલ્કતની સીલની કાર્યવાહી કરતા પર મિલ્કતોમાંથી ૬ લાખની વસુલાત કરવામાં આવી હતી.

આ અંગે ઇસ્ટ ઝોનની વેરા શાખાની સતાવાર યાદીના જણાવ્યા મુજબ પુર્વ ઝોનની વેરા શાખા દ્વારા મિલ્કત વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૪, પ, ૬ તથા વોર્ડ નં. ૧પ, ૧૬, ૧૮ની ટીમ દ્વારા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ, પટેલનગર, ખોડીયાર ડાયમંડ-રામનગર-૧, જય કિસાન સોસા. મોરબી રોડ, અવધ મોરબી રોડ સહિતના વિસ્તારમાં વેરા વસુલવાની કાર્યવાહી કરતા પ મિલ્કત ધારકોનો બાકી વેરો વસુલવામાં આવ્યો હતો. ૧ મિલ્કત સીલ કરવામાં આવી છે.

આ કામગીરી આસી. કમિશ્નર વાસંતીબેન પ્રજાપતી આસી. મેનેજર એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર કુંદન પંડયા, એ.એ.મકવાણા, જે.કે.જોશી, ભરત રાઠોડ, હસમુખ કાપડીયા તથા વિ. દ્વારા કરવામાં આવી હતી.

(3:42 pm IST)