Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રંગઉપવનના ગેઇટ પાસે દારૂની બોટલ સાથેનું એકટીવા મુકી શખ્સ ભાગ્યો

ખુલ્લેઆમ દેશી-વિદેશીનું વેંચાણઃ પોલીસ આકરી બને તેવી માંગણી

રાજકોટ તા. ૪: હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીના ગેઇટ પાસેથી ગાંધીગ્રામ ડી. સ્ટાફના એએસઆઇ મહેશભાઇ લુવા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, કોન્સ. શૈલેષભાઇ સહિતે જીજે૩એએમ-૧૦૫૮ નંબરના એકટીવાને અટકાવતાં ચાલક તેને રેઢુ મુકી ભાગી ગયો હતો. તપાસ કરતાં અંદરથી રૂ. ૫૦૦નો એક બોટલ દારૂ મળતાં કબ્જે લીધો છે. વાહન નંબરને આધારે ભાગી ગયેલા શખ્સની શોધખોળ થઇ રહી છે.

રંગઉપવનના ગેઇટ નજીક તથા હિરામનનગર તરફ જવાના રસ્તા પર રોજબરોજ સવાર-સાંજ દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓનો અડ્ડો જામતો હોવાની ફરિયાદો ઉઠી છે. અહિ પોલીસ ખાનગી વોચ રાખી આવા તત્વોને ઝડપી લે તે જરૂરી છે.

(12:31 pm IST)