Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બામણબોરમાં આંગણવાડી કર્મચારી પૂજાબેન દાઝી ગયા

કૂકરનું ઢાંકણું ખોલતાં ગરમા ગરમ દાળ ઉડીઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા.૪: બામણબોરમાં રહેતી પૂજાબેન પ્રેમભાઇ સારદીયા (ઉ.૨૦) નામની કોળી પરિણીતા બામણબોરની પ્રાથમિક શાળા નં. ૧માં આંગણવાડીમાં કામ કરતી હોઇ ગઇ કાલે રસોોઇ બનાવતી વખતે કૂકરમાં દાળ મુકી હોઇ તે ઢાંકણું ખોલવા જતાં ગરમ વરાળ ઉડતાં અને દાળ ઢોળાતાં મોઢા-હાથ-સાથળના ભાગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. તેણીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે  બામણબોર પોલીસને જાણ કરી હતી.

(11:15 am IST)