Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કણકોટમાં સોમાભાઇ સનુરાને પત્નિ અને પુત્રએ મોઢા પર ઇંટ-પાણા માર્યા

પત્નિને ત્રણ દિ' કયાં હતી તેમ પુછતાં અને પુત્રને કામ બાબતે ઠપકો આપતાં માર પડ્યો

રાજકોટ તા. ૪: કાલાવડ રોડ પર કણકોટના પાટીયે ઇંટોના ભઠ્ઠા પાસે રહેતાં સોમાભાઇ ભાણજીભાઇ સનુરા (ઉ.૪૦) નામના કોળી યુવાનને તેના પત્નિ કિરણબેન અને પુત્ર મુકેશે મોઢા-છાતી પર ઇંટ-પાણા અને પાઇપના ઘા મારી લોહીલુહાણ કરી નાંખતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી તાલુકા પોલીસને જાણ કરી હતી. સોમાભાઇ ટ્રેકટરના ફેરાની મજૂરી કરે છે. સંતાનમાં બે  પુત્ર અને એક પુત્રી છે. તેના મિત્ર રમેશભાઇ રામગીરીએ કહ્યું હતું કે સોમાભાઇના ઘરવાળા એક દિવસનું કહીને બહાર ગયા બાદ ત્રણ દિવસે આવતાં તેને પુછતાં અને પુત્ર મુકેશ કામધંધે જતો ન હોઇ તે બાબતે ઠપકો આપતાં બંનેએ મળીને માર માર્યો હતો.

(11:14 am IST)