Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સ્વાગતોત્સવ અને ઓરીએન્ટેશન

 શૈક્ષણિક સત્રની શરૂઆત કઇક અનોખી રીતે કરવાના આશયથી વીવીપી એન્જીનીયરીંગ કોલેજના ચોથા, છઠ્ઠા અને આઠમાં સેમેસ્ટરના પ્રારંભે 'સ્વાગતોત્સવ ૨૦૧૮' અને  'ઓરીએન્ટેશન ૨૦૧૮' શીર્ષકતળે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન કસોટીમાં ટોપ ટેન આવનાર વિદ્યાર્થીઓને કુલ રૂ.૧૫૪૧૦ ના રોકડ ઇનામો અપાયા હતા.  નવીન અભિગમરૂપે કોલેજના તમામ ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે 'ઓરીએન્ટેશન ૨૦૧૮' નું આયોજન પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. સામાન્ય કસોટીમાં પ્રથમ ક્રમાંકે સાતમા સેમેસ્ટર ઇલેકટ્રીકના વિદ્યાર્થી અભિષેક વિઠ્ઠલપુરા, દ્વીતીય ક્રમાંકે પ્રથમ વર્ષ મીકેનીકલના પ્રશાંત લીંબાસીયા, તૃતીય ક્રમાંકે સાતમા સેમેસ્ટર ઇલેકટ્રીકલના સંદીપ ધાકેચા, ચોથા ક્રમાંકે સાતમા સેમેસ્ટર ઇલેકટ્રીકલના ઉમંગ મશરૂ, પાંચમા ક્રમાંકે ત્રીજા સેમેસ્ટર કોમ્પ્યુટર એન્જી.ની વિદ્યાર્થીની રાધીકા કાનાબાર, છઠ્ઠા ક્રમાંકે પ્રથમ વર્ષ ઇલે. એન્ડ કોમ્યુ. ના શિવાંગ રાબડીયા, સાતમા ક્રમાંકે ત્રીજા સેમ. ઇલેકટ્રીકલના જોશી હાર્ષિલ, આઠમા ક્રમાંકે પ્રથમ વર્ષ કોમ્યુટરના શ્રુજન ઓઝા, નવમા ક્રમાંકે ત્રીજા સેમ.ના ગોસલીયા જય અને દશમાં ક્રમાંકે પ્રથમ વર્ષ મીકેનીકલના સંદીપ ચૌધરીને ઇનામો એનાયત કરાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મીકેનીકલ વિભાગના એસોસીએટ પ્રો. ડો. નિરવભાઇ મણીઆરે કરેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર તેમજ તમામ વિભાગના વડાઓ, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણે વિદ્યાર્થીઓને ઉતરોતર પ્રગતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:05 pm IST)