Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સહકાર રોડ પર દુકાનમાં ભુલથી એસિડ પી લેતા નરેન્દ્રભાઇ પાલાનું મોત

સોની પ્રૌઢ પાણી સમજી ગ્લાસ મોઢે માંડી દીધોઃ ખબર પડતા જલ્દી આવો તેમ પત્નિને જાણ કરીઃ સોની પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: આરતી સોસાયટીમાં રહેતા સોની પ્રૌઢે સહકાર રોડ પર આવેલી પોતાની દુકાનમાં સોના-ચાંદી સાફ કરવા માટેનું એસિડ ભુલથી પી જતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગત મુજબ આરતી સોસાયટી શેરી નં. ૩ માં રહેતા નરેન્દ્રભાઇ નરોતમભાઇ પાલા (ઉ.વ. પર) ગઇકાલે સહકાર રોડ પર આવેલ પોતાની સોનલ જવેલર્સ નામની દુકાને હતા ત્યારે પાણી સમજી એસિડ ભરેલો ગ્લાસ મોઢે માંડી દીધો હતો. ખબર પડતા તેણે તાકીદે પત્ની વીનાબેનને ફોન કરીને 'ભુલથી એસિડ પીવાય ગયું છે જલ્દી આવો' તેમ કહેતા પત્ની અને પુત્ર કૃણાલ સહિતના પરિવારજનો દુકાને દોડી આવ્યા હતા અને તાકીદે તેને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનહરદાન ગઢવી તથા નિલેષભાઇએ તપાસ આદરી હતી પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા સોની પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:03 pm IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST