News of Wednesday, 3rd January 2018

આર્ટ ઓફ લીવીંગ દ્વારા દિપકભાઇ તથા માલાબેન પંજાબીના સાનિધ્યમાં સહજ સમાધીનો કાર્યક્રમ

રાજકોટ તા.૩: આર્ટ ઓફ લીવીંગ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રના સીનીયર ટીચર એવા દિપકભાઇ પંજાબી તથા માલાબેન પંજાબીના સાનિધ્યમાં સહજ સમાધી ધ્યાન કાર્યક્રમ તા.૫ થી ૭ ત્રણ દિવસ સવારે ૬ થી ૮, બપોરે ૪ થી ૬ અને સાંજે ૭ થી ૯ વિવેકાનંદ હોલ, આમ્રપાલી ફાટક પાસે, સ્વસ્તિક સોસાયટી ખાતે રાખવામાં આવેલ છે.

સહજ એટલે સરળ રીતે સમાધીનો અનુભવ કરાવતો તેમજ ધ્યાનને વધુ ગહેરાઇથી સમજવા અને અનુભવ કરવા માટેનો અનેરો લાભ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપે આ કાર્યક્રમમાં મંત્રનું મહત્વ તેમજ મંત્રના પ્રભાવ દ્વારા મનમાં તેમજ ચેતનાના સ્તર પરના અલૌકીક અનુભવ અને પોતાની સાચી ઓળખનો અનંત અનુભવ વગેરે બાબતે માર્ગદર્શન અપાશે.

કાર્યક્રમમાં ભાગ લેવા વધુ માહિતી માટે મો.નં.૯૮૨૪૨ ૯૪૯૪૭ ઉપર સંપર્ક કવા જણાવાયુ છે.

(4:03 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST