Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

અલગ-અલગ કેસો એક કોર્ટમાં ઝડપી ચલાવવા અને ટ્રાન્સફર કરવાની અરજી મંજુર

રાજકોટ તા. ૩ : માધાપરના સર્વે નંબરવાળી ખેતીની જમીનનું બોગસ સાટાખત કરવા અંગે થયેલ ફરીયાદીના સંદર્ભે આરોપી અરજદાર હિતેન્દ્રગીરી ગોસ્વામીએ તેમની સામેના અલગ-અલગ કેસો એકજ કોર્ટમાં ચાલે તેમજ આ કેસોની ટ્રાયલ ઝડપી ચાલે તે અંગે કરેલ અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ અંગેની વિગત એવી છ કે  રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ શ્રી આર.કે.દેસાઇની કોર્ટમાં અરજદાર હિતેન્દ્રગીરી આર. ગૌસ્વામી દ્વારા સી.આર.પી.સી. કલમ-૪૦૮ અન્વયે અરજદારે અરજી કરેલી જે કેસ નીચેની અદાલત ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં અદાલતમાં પેન્ડીંગ છ, તે કેસમાં એ-ડીવી. પોલીસે આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૧ર૦ (બી) વિગેરેના કામે આરોપી નં.૩ હિતેન્દ્રગીરી આર. ગોસ્વામી દ્વારા આ કમે એ-ડીવી. પો.સ્ટે. દ્વારા અલગઅલગ ત્રણ ચાર્જશીટ રજુ કરેલા જેથી અરજદારે એક જ ગુન્હામાં કામે અલગ-અલગ ચાર્જશીટ થયેલા તે કેસો ટ્રાન્સફર કરી એકજ કોર્ટમાં ચલાવવા માટે તેમજ ઝડપી ટ્રાયલ ચાલે અને કોર્ટનો સમયનો બચાવ થાય તેવા શુભ હેતુથી હાલની અરજદારે અરજી કરેલ છ.ેઆ કેસના મુળ ફરીયાદી દોલતસિંહ જાડેજા ત્રણેય કેસમાં ફરીયાદી એકજ છે અને ચાર્જશીટ અલગ-અલગ થયેલા છે, જે અરજી  સેસન્સ જજ દ્વારા મંજુર કરેલ છે.

ઉપરોકત અરજીમાં અરજદારની અરજીની હકીકત તથા દલીલો સાંભળી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઇ હાલની ટ્રાન્સફર અરજી અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ અને ટ્રાયલ ઝડપથી ચલાવાનો નીચેની અદાલતને હુકમ કરવામાં આવેલ છે.

આ કામે રાજકોટના ધારાશાસ્ત્રી હિતેન્દ્રગીરી આર.ગોસ્વામી (જાતે) સોનલ વી.પાઠક, તારાબેન જેઠવા, ધર્મિષ્ઠાબેન પટેલ રોકાયેલ હતા.

(3:54 pm IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST