News of Wednesday, 3rd January 2018

અમૃતમ કાર્ડ કેમ્પ સંપન્નઃ૧૫૦ જૈન પરિવારોને લાભ મળ્યો

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશનનાં સહકારથી સમસ્ત જૈન સમાજ દ્વારા શેઠ ઉપાશ્રય ખાતે માં અમૃતમ કાર્ડ કેમ્પ  સંપન્ન થયો. આ કેમ્પમાં રાજકોટનાં જૈન સમાજના વિવિધ વિસ્તારના ૧૫૦ પરીવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. જેમાં લગભગ ૬૦૦ વ્યકિતઓને આ યોજનાનો લાભ મળશે પૂ. સતીવૃંદે નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવેલ આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા વોર્ડ નં.૨નાં કોર્પોરેટર શ્રી મનિષભાઇ રાડીયા એ માં અમૃતમ કાર્ર્ડ વિશે વિસ્તૃત માહિતી આપેલ.  શેઠ ઉપાશ્રય ખાતે બીરાજમાન ગોંડલ સંપ્રદાયનાં પુજ્ય પ્રભાબાઇ, પુજ્ય ભદ્રાબાઇ આદી મહાસતીજીઓએ કોર્પોરેશનનાં પદાધિકારીઓને તથા જૈન અગ્રણીઓને માંગલિક ફરમાવેલ.મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, ચંદ્રકાન્તભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી, ડોલરભાઇ કોઠારી, એડવોકેટ કમલેશભાઇ મોદી, મયુરભાઇ શાહ, પ્રતાપભાઇ વોરા, મનહરભાઇ મહેતા, પરેશભાઇ સંઘાણી, મહેશભાઇ મહેતા, સુશીલભાઇ ગોડા, જગુભાઇ દોશી, અજયભાઇ વખારીયા, ડો. અમિતભાઇ હપાણી, અશોકભાઇ મોદી, ટી.આર.દોશી,  કે.પી.શાહ, શૈલેષ મહેતા, રજનીભાઇ જસાણી, ધર્મેશ જસાણી હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવદયા  ગ્રુપના સર્વે કાર્યકરો રમેશભાઇ દોમડીયા, હેમાબેન મોદી, દીપાબેન શાહ, સુધાબેન શેઠ, પારસ મોદી, જીજ્ઞાશાબેન  મોદી નીરવ સંઘવી, ભરત બોરડીયા, રાજુભાઇ  મોદી, હિતેષભાઇ દોશી, હિરેન કામદાર, સમીર કામદાર, ભીખુભાઇ ભરવાડા, જયદીપ ભરવાડા, નીખીલ શાહ, જતીન શાહ, સુરીલ મોદી, વિજયભાઇ દોશી, વીમલ શાહ, ભદ્રેશભાઇ કોઠારી, નીપુલ અજમેરા, દીપેનભાઇ મહેતા, ઋષભ વખારીયા એ જહેમત ઉઠાવેલ  હતી.

(3:40 pm IST)
  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST