News of Wednesday, 3rd January 2018

ગિરિરાજ હોસ્પિટલને એવોર્ડ એનાયત

રાજકોટઃ સૌરાષ્ટ્રની ખ્યાતનામ શ્રી  ગિરિરાજ  મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલને સ્વચ્છાગ્રહ સંકલ્પ મહાઅભિયાન અંતર્ગત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુની.કમિશ્નર શ્રી બંછાનીધી પાની દ્વારા યોજીત ''સ્વચ્છ સંર્વેક્ષણ-૨૦૧૮ અભિયાન'' હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સ્વચ્છ રાજકોટ બનાવવાના અભિયાનમાં ગિરિરાજ હોસ્પિટલના સહકાર બદલ તેમજ હોસ્પિટલમાં રહેલી સ્વચ્છતા બદલ આ એવોર્ડ ગરિમાપૂર્ણ સમારોહમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુની.કમીશ્નર બંછાનિધી પાની, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગાઠીયા, ડેપ્યુઠી મેયર ડો.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા વિગેરેની ઉપસ્થિતમાં ગિરિરાજ હોસ્પિટલના ચેરમેન રમેશભાઈ ઠકકર, મેનેજીંગ ડાયરેકટર ગૌરાંગભાઈ ઠકકરને એનાયત કરાયો. આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગિરિરાજ હોસ્પિટલના ચેરમેન રમેશભાઈ ઠકકર(મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ડો.મયંક ઠકકર, ગૌરાંગ ઠકકર (મો.૯૯૦૦૯ ૭૧૧૧૯) પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ પ્રસંગે બોચાસણ વાસી અક્ષર પુરૂષોતમ સંસ્થાનના પૂ.અપુર્વ સ્વામીજીએ પણ શુભાશીષ પાઠવ્યા હતા.

(3:39 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST