Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પ્રેમિકાએ ઘુસ્તાવતાં નજીરખાને ઝેર પીધું

મુળ જુનાગઢનો યુવાન હાલ રાજકોટ રહે છેઃ મેટોડામાં બનાવ

રાજકોટ તા. ૩: મુળ જુનાગઢનો અને હાલ કાલાવડ રોડ રાણી ટાવર પાસે કવાર્ટરમાં રહેતો નજીરખાન હુશેનભાઇ બેલીમ (ઉ.૩૦)ને મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે તેની પ્રેમિકાએ ઘુસ્તાવી નાંખતા માઠુ લાગી ગયું હોઇ આજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયો છે.

નજીરખાન સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. નજીરખાને કહ્યું હતું કે પોતે મુળ જુનાગઢનો છે અને હાલ રાજકોટ રહી મેટોડા કારખાનામાં કામ કરે છે. સાથે કામ કરતી પરિણીતા સાથે ઓળખાણ થઇ હતી. ગઇકાલે પોતે તેણીના ઘરે જતાં બોલાચાલી થતાં પોતે લાફો મારતાં પોતાને લાકડી-ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો. પ્રેમિકાના આવા વર્તનથી માઠુ લાગતાં પોતે ઝેર પી ગયાનું કહ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૪)

(3:33 pm IST)