Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ફલેટ-ઓફીસનું બળજબરીથી સાટાખત કરાવી લઇ ધમકી આપી

રમણીકભાઇ સંઘવીની સુધીર કોઠારી સામે પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ

રાજકોટ તા. ૩ :.. ફલેટ અને ઓફીસ બળજબરીથી સાટાખત કરાવી લઇ રમણીકભાઇ તલકચંદભાઇ સંઘવીને ધમકી આપતા પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ થઇ છે.

ઇન્દીરા સર્કલ પાસે ગુલમહોર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦ર માં રહેતા રમણીકભાઇ તલકચંદભાઇ સંઘવીએ કરેલી લીખીત ફરીયાદમાં જણાવ્યું છે કે,ગુલમહોર રેસીડન્સીમાં આવેલ ફલેટ મારી પત્ની જશુમતીબેનના નામે  ખરીદ કરેલ હતો. પત્નીના અવસાન બાદ આ મીલ્કત પૌત્ર પીનાકના નામની  થઇ હતી. બાદ બેંકની લોનના હપ્તા તથા ઘર ખર્ચ માટે પોત્રી પીનાકે  અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં. બાદ પીનાકે સુધીર દુર્લભજીભાઇ કોઠારી પાસેથી વ્યાજે ૧૧.પ૦ લાખ લીધા હતાં. તેના બે લાખનો ચેક આપ્યો હતો. અને ચાર લાખ રોકડા આપેલ અને હાલમાં પાંચ લાખ માંગે છે. અવારનવાર માંગણી કરતા વ્યાજ ચૂકવી શકે તેમ હોઇ તેથી પૌત્ર પીનાક પાસેથી ઓફીસનું બળજબરીથી મામુલી રકમમાં સાટાખત કરાવી લીધેલ છે. તેમ છતાં પણ વધુ પૈસાની માંગણી કરે છે તેમ જણાવ્યું છે.

(3:32 pm IST)