News of Wednesday, 3rd January 2018

ગઢકામાં જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

 શ્રીમતિ એ.પી.પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રીમતી આર.આર.પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સમસ્ત ગઢકા ગ્રામજનોના સહયોગથી  રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો આબોહવામાં અસાધારણ ફેરફારો, ગ્લોબલ વોર્મિંગના કારણે ઠંડી-ગરમી, અતિવૃષ્ટિ , અનાવૃષ્ટિ, પવન, વાવાઝોડું, બરફ પીગળવાના કારણે સમુદ્રની સપાટીમાં વધારો મનાવજાત માટે ખતરનાક સાબિત થશે તેની વિસ્તૃત માહિતી આપી કુદરતી નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોને જ્ઞાન વિજ્ઞાનનું સ્નાન કરાવી સ્થળ ઉપર ચમત્કારો શીખડાવી દેવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વૈજ્ઞાનીક પધ્ધતિથી ઉદ્દઘાટન સરપંચ કેયુરભાઇ ઢોલરીયાએ કરી લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. તેમની સાથે ઉપસરપંચ અશોકભાઇ કલોલા, રમેશભાઇ કલોલા, મગનભાઇ પરસાણા, હર્ષદભાઇ ખુંટ, સંદિપભાઇ કલોલા, ભાવનાબેન ગઢીયા, અરવિંદભાઇ પરીયા, જી.કે.ભાગીયા, જયાબેન પટેલ, ડો. પી.એમ.સખીયા, ડો. ડી.બી.ડોબરીયા, ડો. શ્રીમાળી, આગેવાનોએ હાજરી આપી પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યા હતા.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ પોતાની આગવી શૈલીમાં વ્હેમ, અંધશ્રદ્ધા, ચમતકારો ઉપર વૈજ્ઞાનીક સમજ આપી તી ભૂત, પ્રેત, મામો, જીન્નાત, ચુડેલ, ડાકરપ, મૈલીવિદ્યા, આસુરી શકિત વગેરેનું અસ્થિત્વ જ નથી તેથી ભય, ડર કાઢી નાખવા અનુરોધ કર્યો હતો. વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂળ, ટેરાશાસ્ત્ર, અંક, છાયાશાસ્ત્ર, જયોતિષ વિગેરેને અવૈજ્ઞાનીક કપોળ કલ્પિત ગણાવ્યા હતા.વૈજ્ઞાનીક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું હવામાં શરીરનું સ્થિર રહેવું બેડી તુટવી, નજરબંધી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું અગ્નિનું આપોઆપ સળગવું શ્રીફળમાંથી ચુંદડી નીકળવી, કાદરીબાપુના ઇંડાની કરામત, હાથ-માથા ઉપર દીવન રાખવા, વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર લોકોને શીખડાવી દેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રિંકલ શીંગાળા, નિરાલી વાડોદરીયા, દિક્ષિત ધોરાજીયા, રશ્મિ બોરડ, હાર્દિક, સાંગાણી, શ્રૃતિ બુસા, ભુમિ ગોંડલીયા, ઋત્વી શંખારવા, જલ્પા પણસારા, પ્રિયા સાંગાણી નિશા કયાડા, નેહા ધોરાજીયા, બીના સાંગણી, ભૂમિકા કોઠીયા, ભૂમી સાંગણીએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. જનજાગૃતિ કાર્યક્રમ માટે વિજ્ઞાન ભવન, ૧, જીવનનગર, કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટ મો.૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છ.ે

(3:30 pm IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST