News of Wednesday, 3rd January 2018

ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પદે ધનસુખભાઇની પુનઃ વરણીને આવકારતુ શહેર ભાજપ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની ધુરા સતત બીજીવાર સંભાળી છે ત્યારે ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય અને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી યોજનાઓના માધ્યમથ છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇના ન્સ બોર્ડના ચેરમેન તરીકે ધનસુખ ભંડેરીએ કરેલા લોકકાર્યોને ધ્યાને લઇ સતત બીજી વખત તેઓની ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ધનસુખ ભંડેરીને શુભેચ્છા પાઠવી મોં મીઠુ કરાવ્યુ હતુ. આ તકે કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, પ્રફુલ કાથરોટીયા, કેતન પટેલ, દિવ્યરાજસિંહ ગોહિલ, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, દિનેશ કારીયા, નીતિન ભુત, પ્રદીપ ડવ, નિલેશ જલુ, મયુર શાહ સહિતના સાથે કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશ જોટાંગીયા, પંકજ ભાડેશીયા, જયંત ઠાકર, ચેતન રાવલ, હરીશ ફીચડીયા, રાજન ઠક્કર, રામભાઇ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૩-૧પ)

(3:28 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST