News of Wednesday, 3rd January 2018

મોબાઇલ ફોનમાં ગેમ રમતાં રમતાં આંચકી આવીઃ બંગાળી યુવાનનું મોત

સોની બજાર ગધીવાડની દૂકાનમાં બનાવ

રાજકોટ તા. ૩: હાથીખાના-૬માં ભાડાની રૂમમાં રહેતો મુળ બંગાળનો શહેજાદહુશેન ઉર્ફ સાહિલ શાહજંહા શેખ (ઉ.૨૩) ગઇકાલે સાંજે સોની બજાર ગધીવાડમાં સોની કામની દૂકાનમાં બેઠો-બેઠો મોબાઇલમાં ગેમ રમતો હતો ત્યારે અચાનક આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સમીમભાઇએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક અગાઉ બીજી દૂકાને કામ કરતો હતો. થોડા દિવસ પહેલા જ સમીમભાઇ સાથે કામે રહ્યો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:40 pm IST)
  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST