Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

મનહર સોસાયટીમાંથી ૫૪ બોટલ દારૂ કબ્જેઃ કિશોર જાદવની શોધ

રાજકોટ તા.૩: થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી. જાદવ, કોન્સ. ભરતસિંહ પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન માહિતી પરથી ભાવનગર રોડ પર મનહર સોસાયટી-૬ના ખુણે રહેતાં કિશોર જાદવના ઘરમાં દરોડો પાડતાં તે મળી આવ્યો નહોતો. ઘરમાંથી રૂ. ૧૬૨૦૦નો ૫૪ બોટલ બ્લૂ મૂન બ્રાન્ડનો દારૂ મળી આવતાં કબ્જે લઇ કિશોરની શોધખોળ હાથ ધરી છે.

(12:38 pm IST)