News of Wednesday, 3rd January 2018

પતિ સાથે જમવા પ્રશ્ને ઝઘડો થતાં પત્નિ પ્રેમિલા કારખાનાની ભઠ્ઠીમાં કૂદી ગઇ

કોઠારીયા ચોકડીથી આગળ શિવ મેટલ નામના કારખાનામાં મોડી રાત્રે સાડા બારે બનાવઃ મુળ ઉત્તરપ્રદેશની પરિણીતા સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: કોઠારીયા ચોકડી નજીક મુરલીધર કાંટા પાછળ શિવ મેટલ નામના કારખાનામાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં જ રહેતાં મુળ યુ.પી.ના યુવાન અને તેની પત્નિ વચ્ચે રાત્રે જમવા બાબતે બોલાચાલી થતાં પત્નિએ ગુસ્સામાં આવી કારખાનાની ભઠ્ઠીમાં કુદકો મારતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

પ્રેમિલા દિનેશ રજપૂત (ઉ.૧૮)ને રાત્રે સાડા બારેક વાગ્યે દાઝેલી હાલતમાં સિવિલમાં ખસેડાતાં આજીડેમ પોલીસન મથકના પી.એસ.આઇ. રાઠવા, હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રેમિલાએ કહ્યું હતું કે રાત્રે પતિ કામ પુરૂ કરી ઘરે આવ્યો ત્યારે તેને જમવાનું કહેતાં તે થોડીવાર પછી જમીશ તેમ કહી બોલાચાલી કરી બહાર આટો મારવા નીકળી જતાં પોતાને ગુસ્સો આવતાં ઓરડીમાંથી નકળી સામેના ભાગે કારખાનાની ભઠ્ઠી ચાલુ હોઇ તેમાં કુદી ગઇ હતી.

પ્રેમિલા છાતી અને પેટ તથા પગના ભાગે દાઝી જતાં સારવાર હેઠળ છે. પતિ-પત્નિ મુળ યુ.પી.ના છે અને ત્રણેક મહિનાથી રાજકોટ આવ્યા છે.

(11:12 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST