News of Wednesday, 3rd January 2018

નવાગામના રમેશભાઇને રણજીતે હાથમાં સાયલેન્સર ફટકારી દીધુ

ગેસ વેલ્ડીંગ વખતે મોટુ કાણુ પડી જતાં માથાકુટ

રાજકોટ તા. ૩: નવાગામમાં સાત હનુમાન સામે રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં રમેશભાઇ ભીમાભાઇ પરમાર (ઉ.૪૨) નામના દલિત યુવાનને તે સાંજે સાત હનુમાન પાછળ આવેલી રણજીત ગાંડુભાઇ કોળીની ગેસ વેલ્ડીંગની કેબીને પોતાના હોન્ડાના સાયલેન્સરમાં વેલ્ડીંગ કરાવવા ગયા ત્યારે વેલ્ડીંગથી સાયલેન્સરમાં મોટુ કાણુ પડી જતાં તે બાબતે બોલાચાલી થતાં રણજીતે એ જ સાયલેન્સરથી હુમલો કરી હાથ પર માર મારતાં રમેશભાઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(11:12 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST