Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં લલીતસિંહ શાહી સહીતના સીનીયર વકીલોએ ઉમેદવારી નોંધાવી

'રાજકોટ બારનું ઘરેણુ સીનીયર-રાજકોટ બારની શોભા સીનીયરોના નારા ગુંજી ઉઠયા : ન-ઢોલ ન-નગારા સાદગી ભર્યા વાતાવરણમાં સીનીયર વકીલો લલીતસિંહ શાહી, એન.જે.પટેલ, દિલીપ જોષી, જે.એફ.રાણા, જી.આર.ઠાકર, જયુભાઇ : શુકલની હોદેદારોના પદ માટે ઉમેદવારીઃ કારોબારીની જગ્યા ઉપર પણ ૮ સીનીયર વકીલોની દાવેદારી : મહિલા અનામત માટે રજનીબા રાણાએ ફોર્મ ભય

રાજકોટઃ બાર એસો.ની ચુંટણી આગામી ૧૬ ડીસેમ્બરે યોજાનાર છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી બાર એસો.ની ચુંટણીમાં અવિરત રહેલા સીનીયર વકીલો આ વર્ષે મેદાનમાં આવતા રાજકોટના સીનીયર-જુનીયર વકીલોની ખુશીની લહેર ઉભી થઇ છે. આજે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ પ્રમુખપદ માટે સીનીયર ધારાશાસ્ત્રી લલીતસિંહ શાહીએ ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદ માટે  એન.જે.પટેલ, સેક્રેટરીની જગ્યા માટે દિલીપભાઇ જોષી જો. સેક્રેટરી માટે જે.એફ.રાણા, ટ્રેઝરર માટે જી.આર.ઠાકર તેમજ લાઇબ્રેરી સેક્રેટરી માટે જયુભાઇ શુકલએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કારોબારીની આઠ જગ્યા માટે પણ સીનીયર ઉમેદવારો ફોર્મ ભરતા તસ્વીરમાં નજરે પડે છે. મહિલા અનામતની જગ્યા ઉપર રજનીબા રાણાએ ઉમેદવારી કરી હતી. પ્રમુખના ઉમેદવાર લલીતસિંહ શાહી તેમના પુત્રના લગ્નમાં વ્યસ્ત રહેતા તેમના વતી તેમના સાથીમિત્ર એડવોકેટ દક્ષિણીએ ફોર્મ રજુ કર્યુ હતું. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ,૩ : રાજકોટ બાર એસો.ની સને ર૦રર-ર૩ વર્ષની ચૂંટણી આગામી તા. ૧૬ ડીસેમ્બરના રોજ યોજાઇ રહી છે. ત્યારે આજથી ચૂંટણી લડવા ઉત્સુકો માટે ફોર્મ ભરવાનું શરૃ થયેલ છે.

બાર એસો. ની ચૂંટણીમાં આ વર્ષે સીનીયર વકીલો મેદાનમાં આવ્યા છે. અને અસંખ્ય સીનીયર - જૂનીયર વકીલોના ટેકાની પ્રમુખપદ માટે લલિતસિંહ શાહી અને તેમની ટીમના અન્યો સભ્યોએ પ્રમુખ સિવાયના વિવિધ હોદાઓ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

આજે બપોરના ૧ર-૩૦ કલાકે વિજય  મુર્હુતના ચોઘડીયે પ્રમુખપદ માટે રાજકોટના જાણીતા સીનીયર ધારાશાસ્ત્રીશ્રી લલિતસિંહ જે. શાહીએ ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખપદ માટે નલિનકુમાર જે. પટેલ, સેક્રેટરી માટે દિલીપ એન. જોષી, જો. સેક્રેટરી માટે જે. એફ. રાણા, ટ્રેઝરર માટે જી. આર. ઠાકર અને લાયબ્રેરી સેક્રેટરી માટે જયુભાઇ એન. શુકલએ ઉમેદવારી નોંધાવી હતી.

કારોબારીની જગ્યા માટે જેઓએ દાવેદારી કરી છે. તેમાં બીપીનભાઇ મહેતા, ટી. બી. ગોંડલીયા, નરેશભાઇ સિનરોજા, ગીરીષભાઇ ભટ્ટ, જી. એલ. રામાણી, જયંત વી. ગાંગાણી, મહર્ષિભાઇ પંડયા,  ત્થા બીપીનભાઇ કોટેચાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પુરી થયેલ છે. ત્યારે રાજકોટ બાર એસો.ની ચૂંટણીના ઢોલના નગારા વાગ્યા છે. ખાસ કરીને આવતા વર્ષે નવી કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન થનાર હોય ભાજપ જૂથના જ મનાતા બે જૂથો વચ્ચેની લડાઇ આ ચૂંટણીમાં બહાર આવે તેવી સંભાવના છે.

રાજકોટ બારની ચૂંટણીમાં આ વર્ષે સીનીયર ધારાશાસ્ત્રીઓ આગળ આવ્યા છે. તે રાજકોટ માટે ખુબ જ સારી વાત છે. અને સીનીયરો આગળ આવતા રાજકોટના મોટાભાગના વકીલોએ તેમની ઉમેદવારીને માન-સન્માન સાથે વધાવી રહ્યા છે.

બીજી બાજૂ એડવોકેટ બકુલભાઇ રાજાણી પણ પ્રમુખપદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અને તેમની પેનલના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરનાર હોવાનું જાણવા મળે છે.

પ્રમુખપદ માટે એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હાલ તુર્ત તો પ્રમુખપદ માટે ત્રિકોણીયા જંગના એંધાણ જોવા મળે છે. જો કે તા. ૮-૧ર-રર રાખવામાં આવેલ ૯ ડીસેમ્બરે ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે.

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું આજથી શરૃ થયું છે. ત્યારે સીનીયર-વકીલોએ એકદમ સાદગી પુર્ણ- વાતાવરણમાં આજે ઉમેદવારી નોંધાવી હતી.

(3:14 pm IST)