Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજકોટ જિલ્લા-તાલુકા અદાલતોમાં ૧૨મીએ ઇ-લોક-અદાલત

સમાધાન લાયક કેસોને હાથ ઉપર લેવાશે : તમામ પક્ષકારોને લાભ લેવા અનુરોધ

રાજકોટ,તા૩: ગુજરાત રાજય કાનુની સેવા સત્ત્।ા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ, રાજકોટ દ્વારા આગામી તા.૧૨ મી ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લા અને તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં ઈ-લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રીટર્ન, બેક લેણા ના કેસો, અકસ્માત વળતરને લગતા કેસો, લગનવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટો તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો અને અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે

જીલ્લા કાનુની સેવા સત્ત્।ા મંડળ, રાજકોટના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છેકે ઇ-લોક-અદાલતમાં તેઓના કેસ મૂકવામાં આવે તો બને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહીં તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી યોજાનાર ઈ-લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સકીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી ઈ-લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ ઈ-લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે, જેથી ઈ-લોક-અદાલતનો મહત્ત્।મ લાભ લઈ વધુને વધુ કેસો ઈ-લોક-અદાલતમાં મુકાવી, ઈ-લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે.

(2:46 pm IST)