Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

નામચીન રણજીત ઉર્ફ ટિકીટે જેલમાં વધુ ટીકડીઓ પી લીધી

તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૩: સેન્ટ્રલ જેલમાં રખાયેલા નામચીન રણજીત ઉર્ફ કાનો ઉર્ફ ટિકીટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૨૮)એ રાતે જેલમાં પેરોસીટામોલની વધુ પડતી ટીકડીઓ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગાંધીગ્રામના છેડતીના ગુનામાં હાલ રણજીત ઉર્ફ ટિકીટ જેલમાં છે. રાતે સાડા દસેક વાગ્યે તેણે બિમારીની વધુ ટીકડીઓ પી લેતાં હોસ્પિટલે ખસેડાતાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો છે. પ્ર.નગરના પીએસઆઇ એ. એલ. ઝાલા અને પરાક્રમસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. જામીન ન થતાં હોઇ કંટાળી જતાં વધુ ટીકડીઓ પી લીધાનું તેણે રટણ કર્યુ હતું.

(12:46 pm IST)