Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સામુ જોવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ચાર મિત્રો પર છ શખ્‍સોનો હુમલો

જૂનો મોરબી રોડ ગણેશનગરમાં બનાવ : કુશાલ, આકાશ, દર્શન અને જયદીપને ઇજા : રાહુલ, રવિ,કરણ, દિવ્‍યેશ સહિત સામે ગુનો

રાજકોટ,તા. ૩ : શહેરના જુના મોરબી રોડ પર ગણેશનગરમાં સામુ જોવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ચાર મિત્રો પર છ શખ્‍સોએ માર મારતા ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ જુના મોરબી રોડ પર આવેલ ગણેશનગર શેરી નં. ૧માં રહેતો કુશાલ પ્રવિણભાઇ મહેશ્વરી (ઉવ.૨૦), મિત્ર આકાશ મુકેશભાઇ ચૌહાણ (ઉવ.૨૫), દર્શન અજયભાઇ પરમાર (ઉવ.૧૯), અને જયદીપ જીતેન્‍દ્રભાઇ સોલંકી (ઉવ.૨૦) રાત્રે પોતાના ઘર પાસે હતા. ત્‍યારે એ જ વિસ્‍તારમાં રહેતા રાહુલ, રવિ, કરણ, દિવ્‍યેશ તથા અજાણ્‍યા શખ્‍સોએ આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં અગાઉ કુશાલ મહેશ્વરીને રવિ, દિવ્‍યેશ સાથે સામુ જોવા બાબતે માથાકૂટ થઇ હતી તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્‍યુ છે. આ બનાવ અંગે કુશાલ મહેશ્વરીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:37 pm IST)