Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસો.ના પ્રમુખપદે એન. જે. પટેલની નિમણુંકઃ ઉપપ્રમુખ કિશોર સખીયા

રેવન્‍યુ પ્રેકટીશ કરતા વકીલોના રેવન્‍યુને લગતા પ્રશ્‍નોનું નિરાકરણ કરવા એસો. કટિબધ્‍ધઃ ચેરમેનપદે દિલીપભાઇ મીઠાણી, સેક્રેટરી જી. એલ. રામાણી સહિતના હોદેદારો અને કારોબારી સભ્‍યોની નિમણુંકઃ મહિલા વકીલોનો પણ કારોબારીમાં સમાવેશ કરાયો

રાજકોટઃ રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસો.ની નવી રચના થતાં આજે એશો.ના ચેરમેન-પ્રમુખ સહિતના મુખ્‍ય હોદેદારો દિલીપભાઇ મીઠાણી, એન. જે. પટેલ, કિશોરભાઇ સખીયા, જી. એલ. રામાણી ત્‍થા બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ દરમ્‍યાન જોગાનું જોગ મહંતશ્રી નરેન્‍દ્રભાઇ બાપુ પણ ઉપસ્‍થિત હોય જુના સ્‍મરણો તાજાં થયાં હતાં તસ્‍વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા પત્રકાર નયનભાઇ વ્‍યાસ સાથે રેવન્‍યુ પ્રેકટીશનર્સ એસો.ના હોદેદારો દર્શાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૭.૩૮)

રાજકોટ તા. ૩: રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશન-રાજકોટના નવનિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે એન. જે. પટેલની નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં રેવન્‍યુનો વકીલોનાં અનેક પ્રકારનાં પ્રશ્‍નો તથા રેવન્‍યુ ને લગતા પ્રશ્‍નોનાં નિરાકરણ માટે આશરે રપ વર્ષથી રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશન કાર્યરત છે તેમજ એસોશીએશનના પ્રમુખ શ્રી દિલીપભાઇ મીઠાણીનાં નેતૃત્‍વ હેઠળ વર્ષોથી રેવન્‍યુ પ્રેકટીશ કરતાં વકીલોનાં ઘણાં પ્રશ્‍નોનો ઉકેલ વખતો વખત કાયદાની મર્યાદામાં રહીને સુંદર રીતે કરેલ છે.

હાલમાં જ સબ-રજીસ્‍ટ્રાર કચેરીઓમાં રેવન્‍યુનાં વકીલોને પડતી અનેક મુશ્‍કેલીઓ અન્‍વયે રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશનનાં હોદેદારોએ રાજકોટ બાર એસોશીએશનના હોદેદારોને સાથે રાખીને રેવન્‍યુ ડીપાર્ટમેન્‍ટમાં સફળ રજુઆત કરીને તેનો સુખદ ઉકેલ લાવેલ. રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશન સિનીયર વકીલો દિલીપભાઇ મીઠાણી, એન. જે. પટેલ, કાંતિલાલ સોરઠીયા, શ્રી પંકજભાઇ કોઠારી, રમેશભાઇ ઘોડાસરાનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત હતું. સિનીયર ધારાશાષાીઓએ એસોશીએશનમાં નવાં હોદેદારોની નિમણુંક કરવામાં આવે તેવી લાગણી વ્‍યકત કરતાં તે અનુસંધાને રાજકોટ બાર એસોશીએશન સિનીયર ધારાશાષાીઓ સાથે વિચાર-વિમર્સ કરીને હાલનાં રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશનની સંરચના કરવામાં આવેલ છે.આ નવી કમિટિમાં ચેરમેન તરીકે દિલીપભાઇ મીઠાણી, પ્રમુખ એન. જે. પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સખીયા, મંત્રી જી. એલ. રામાણી, સહ-મંત્રી હિતેશભાઇ જી. મહેતા ખજાનચી કેતનભાઇ ગોસલિયા તથા કારોબારી સભ્‍યો શ્રી આર. ડી. ઝાલા, દિલેશ શાહ, રાકેશ ગોસ્‍વામી, ભાવેશ રંગાણી, સંદીપ વેકરીયા, બી. એમ. પટેલ, શ્રી લલીત કાલાવડીયા, પ્રણવ પટેલ, મૌલીક રાઠોડ, યોગેશ સોમમાણેક, હેમંત ભટ્ટ, નરેશ દવે, અંજનાબેન ખુંટ, તૃપ્‍તિબેન પોરાણા, હિનાબેન પરમાર તથા એડવાઇઝરી કમિટીમાં શ્રી અતુલભાઇ દવે, શ્રી વિજયભાઇ વ્‍યાસ, શ્રી યતિનભાઇ ભટ્ટ શ્રી કે. બી. સોરઠીયા, શ્રી પંકજભાઇ કોઠારી તથા શ્રી રમેશભાઇ ઘોડાસરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.રાજકોટ રેવન્‍યુ પ્રેકટીશનર્સ એશોશીએશન રેવન્‍યુ ક્ષેત્રે વકીલાત કરતાં તમામ વકીલોને સાથે રાખીને યુનિવર્સલ બ્રધર હુડની ભાવનાથી રેવન્‍યુને લગતા પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા કટિબદ્ધ છે.

 આ એસોશીએશનમાં નવનિયુકત તમામ હોદેદારોને રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ તથા સિનીયર ધારાશાષાી અનિલભાઇ દેસાઇ, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, લલીતસિંહ શાહી, ભગીરથસિંહ ડોડીયા વિગેરેઓએ શુભેચ્‍છા પાઠવેલ છે.

(4:33 pm IST)