Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સરગમ કલબ દ્વારા તમામ વિભાગોના સભ્‍યો માટે ગુરૂવારે એક દિવસીય રાસોત્‍સવ

રાજકોટ  : સરગમ કલબ દ્વારા જેન્‍ટસ કલબ, લેડીઝ કલબ, સીનીયર સીટીઝન કલબ, કપલ કલબ, ઇવનીંગ પોસ્‍ટ એમ તમામ વિભાગોના સભ્‍યો માટે તા. ૬ ના ગુરૂવારે એક દિવસીય રસોત્‍સવ ડી. એચ. કોલેજના મેદાનમાં યોજવામાં આવેલ છે. આઇકાર્ડ પર બધાને પ્રવેશ અપાશે. ગેસ્‍ટ માટે રૂ.૨૦ એન્‍ટ્રી ટીકીટ રાખેલ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, સ્‍મિતભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા, લલિતભાઇ રામજીયાણી, મનસુખભાઇ મકવાણા, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, રાજેન્‍દ્રભાઇ શેઠ, મિતેનભાઇ મહેતા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતીબેન વસાણી, ગીતાબેન હીરાણી, અલ્‍કાબેન કામદાર જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:31 pm IST)