Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સફાઇમાં રાજકોટના ડંકા : દેશમાં ૭મા ક્રમે

સ્‍વચ્‍છ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાંથી ૪૩૫૪ શહેરો જોડાયા હતા : ગત વર્ષે રાષ્‍ટ્રીય કક્ષાએ ૧૧મા સ્‍થાને રહેલ : આગામી સમયમાં પણ સ્‍વચ્‍છતા ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે : મેયર સહિતના પદાધિકારીઓની ખાત્રી

રાજકોટ તા. ૩ : સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્‍વયે દેશના સ્‍વચ્‍છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને ગુજરાતમાં ૨જો ક્રમાંક અને ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોમો ૭મો ક્રમાંક ­ાપ્ત કરેલ છે તથા રાજકોટ શહેરનેᅠ“BEST SELF SUSTAINABLE CITY”ᅠનો નેશનલ અવોર્ડ ­ાપ્ત થયેલ છે, આ બદલ મેયર ડો. ­દિપ ડવ,ᅠડે. મેયર ડો. દર્શિતાબેન શાહ,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ,ᅠશાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા,ᅠદંડક સુરેન્‍દ્રસિંહ વાળા,ᅠમ્‍યુનિ. કમિશનર અમિત અરોરા,ᅠસેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ સ્‍વચ્‍છતા અભિયાનમાં સહકાર બદલ રાજકોટ શહેરની જનતાને અભિનંદન પાઠવ્‍યા છે.

આ સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૨માં ભારત માંથી ૪૩૫૪ શહેરોએ ભાગ લીધેલ હતો. જેનું ફિલ્‍ડ વેરીફીકેશન ફેબ્રુઆરી-૨૦૨૨ થી જુલાઈ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થયેલ હતું. જે અન્‍વયે રાજકોટ શહેરને ગાર્બેજ ફી સીટી ૩ સ્‍ટાર, ODF++ સર્ટીફીકેટ ­ાપ્ત થયેલ. જેમાં ટોટલ ૭૫૦૦ માર્ક માંથી ૫૮૪૬ માર્ક ­ાપ્ત થયેલ છે.

રાજકોટ શહરેમાં સ્‍વચ્‍છતાને ધ્‍યાનમાં રાખીને મેયર સહિતના પદાધિકારીઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્‍થાઓને જોડીને ન્‍યુસન્‍સ પોઈન્‍ટ નાબુદી અભિયાન શરૂ કરવામાં આવેલ જેના પગલે શહેર અનેક ન્‍યુસન્‍સ પોઈન્‍ટથી મુક્‍ત બન્‍યું છે. આગામી સમયમાં પણ સ્‍વચ્‍છતા ઝુંબેશ ચાલુ રાખી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ એવોર્ડ સમારોહ નવી દિલ્લી ખાતે તા.૧ના રોજ તાલકોટડા સ્‍ટેડીયમ ખાતે મહામહિમ રાષ્ટપતી શ્રી દ્રૌપદી મુર્મુનાં અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમાં કેન્‍દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી અને કૌશલ કિશોર ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા,ᅠસીનીટેશન ચેરમેન  અશ્વિનભાઈ પાંભર,ᅠપર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજય સિંહ તુવર એવોર્ડે સમારોહમાં હાજર રહેલ તથા એવોર્ડ સ્‍વીકારેલ.

સ્‍વચ્‍છ સર્વેક્ષણ - ૨૦૨૧માં રાજકોટ શહેરને ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા શહેરોમો ૧૧મો ક્રમાંક મળેલ હતો તેમજ સમગ્ર ગુજરાતમાં ૪થો ક્રમ મળ્‍યો હતો જેમાંથી ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતામાં લોકોનો સહયોગ અને તંત્રનાં ­યાસોથી ૭મો ક્રમાંક અને ગુજરાતમાં ૨જો ક્રમાંક ­ાપ્ત કરેલ છે.

(4:17 pm IST)