Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગુરૂવારે સમસ્‍ત પ્રજાપતિ સમાજનો રાસોત્‍સવ

સહીયર કલબના મેદાનમાં સમસ્‍ત પ્રજાપતિ યુવા ગ્રુપનું આયોજન : પ્રિન્‍સ પ્રિન્‍સેસને ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ૩ : સમસ્‍ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા તા. ૬ ના ગુરૂવારે સમસ્‍ત પ્રજાપતિ સમાજ માટે ‘બાય બાય નવરાત્રી ૨૦૨૨' એક દિવસીય રાસોત્‍સવનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા. ૬ ના ગુરૂવારે સાંજે ૭ વાગ્‍યાથી રેસકોર્ષ ફનવર્લ્‍ડની બાજુના સહીયરના મેદાનમાં આયોજીત આ રાસોત્‍સવમાં પ હજારથી વધુ યુવા ધન રાસોત્‍સવનો આનંદ લુંટે તેવી વ્‍યવસ્‍થા કરેલ છે.

રાહુલ મેહતા, ઉર્વી પુરોહીત, તેજસ શીશાંગીયા સહીતના કાલાકારો અવાજનો જાદુ પાથરી ખેલૈયાઓને મોજ કરાવશે. હાલ ફાય લાન એરે સાઉન્‍ટ સીસ્‍ટમ ગોઠવેલ છે. બાળકો અને યુવાઓમાં પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને ઇનામોથી સન્‍માનીત કરાશે.

આ રાસોત્‍સવની સાથે કારકીર્દીલક્ષી માર્ગદર્શન, વ્‍યસન મુક્‍તિ અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, વૃક્ષારોપણ, રકતદાન, અંગદાન સહીતના અભિયાનને વેગ અપાશે.

પાસ મેળવવા (૧) રાજેશ વેફર્સ, સંતકબીર રોડ, વીકી ટાંક મો.૯૬૮૭૨ ૭૨૭૨૬, (૨) બાલાજી એક્ષિમ, ૪૧૨ આર. કે. એમ્‍પાયર, મવડી ચોકડી, જાબાલ કટકીયા મો.૯૮૯૮૧ ૫૪૧૫૩, (૩) ટ્રેકોન કુરીયર, ૧૩-દિવ્‍યપ્રકાશ કોમ્‍પલેક્ષ, પંજાબ હોન્‍ડા શોરૂમની બાજુમાં, કાલાવડ રોડ, અતુલ સુરાણી મો.૯૮૨૫૨ ૬૮૨૬૩, (૪) માલધારી સોસાયટી, શિવનગર-ર, ચામુંડા ફલોરમીલ, ગ્રીનલેન્‍ડ ચોકડી, વિજય મુલીયા મો.૯૮૭૯૯ ૭૭૦૦૭, (પ) ૨૦૮ નક્ષત્ર-૭, બાપાસીતારામ ચોક, રૈયા રોડ દીલીપ વેગડ મો.૯૦૧૬૩ ૦૬૦૬૯, (૬) તપસ્‍વી આર્ટ, કારડીયા રાજપુતની વાડીની બાજુમાં, મવડી ચોકડી, મહેશ ભરડવા મો.૮૨૩૮૭ ૮૮૧૮૮ નો સંપર્ક કરવા જણાવેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા યુવા ગ્રુપના અતુલ સુરાણી, જાબાલ કટકીયા, વિજય મુલીયા, અનીલ મુલીયા, વીકી ટાંક, અનીલ ચૌહાણ અમિત પ્રજાપતિ, મહેશ ભરડવા, દીલીપ વેગડ, સંજય સરવૈયા, ભૌતિક કાપડીયા, કપીલ સતાપરા, રોહીત ચોહાણ, દિવ્‍યેશ સંચાણીયા, કૌશલ મોજીત્રા, મંથન પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત પ્રજાપતિ યુવા ગ્રુપના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)