Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ-શસ્ત્ર પૂજન

રાજકોટ : રાષ્ટ્રીય સેવક સંઘ આનંદનગર, રણુજાનગર, કોઠારીયા નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિસ્તબધ્ધ, ગણવેશધારી સ્વયંસેવકોના શારીરીક કાર્યક્રમો, દંડ યોગાસન ઘોષ રાષ્ટ્ર ભકિતના ભાવ સાથે યોજાયો હતા.  શિશુ સ્વયંસેવકોનું ''ગોપુરમ'' ''નિઃયુધ્ધ'' સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તરૃણો દ્વારા દંડ સંચાલન, વ્યાયામ યોગ તથા રાષ્ટ્રભકિતના ગીતોએ વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ પ્રસરાવ્યો હતો. સંઘના વિવિધ વિભાગના જવાબદાર અધિકાર ડો. સંજીવભાઇ ઓઝા, મહેશભાઇ જીવાણી દિનેશભાઇ પાઠકે પ્રાસંગિક ઉદ્દબોધન કરી પર્યાવરણ, સંસ્કૃતિ અને અધર્મ પર ધર્મના વિજયની વાત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બહાદુરભાઇ બરાડીયા, મનીષભાઇ માહેકા તથા હરેશભાઇ પટેલ હાજર રહ્યાં હતા. તેમ અશોકભાઇ મકવાણા ૯૪૦૮૮ ૮૩૭૮૩ વિસ્તાર કાર્યવાહની યાદીમાં જણાવાયેલ છે.

(3:30 pm IST)