Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓ સાથે વિડીયો કોલીંગથી વાત કરવા નવો કન્ટ્રોલ રૂમ શરૂ

સિવિલમાં દર્દીઓ અને તેમના સગાઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે એડી. કલેકટર એ. વી. વાઢેર તથા ચાર તબિબો ડો. અલ્પાબેન જેઠવા, ડો. દૂસરા, ડો. હર્ષાબેન અને ડો. કાનાણી ખાસ સેવા આપશે

રાજકોટ તા. ૩: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓની તેમના સ્વજનો સાથે મુશ્કેલી વગર વાતચીત થઇ શકે અને તેમને કોઇ તકલીફ ન પડે તે માટે કલેકટર શ્રી રેમ્યા મોહનની સુચનાથી સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ પાસે ખાસ વધારાનો કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેમાં એડી. કલેકટર એ. વી. ગઢવીને ચાર્જ સોપાયો છે. તેમની સાથે બીજા ચાર તબિબો ડો. અલ્પાબેન જેઠવા, ડો. દૂસરા, ડો. હર્ષાબેન અને ડો. કાનાણી પણ જોડાયા છે. આ ટીમ દાખલ દર્દીઓ સાથે તેમના સગાની વિડીયો કોલીંગથી વાત કરાવી આપશે. આ ઉપરાંત દર્દીઓ અને તેમના સગાઓના અન્ય પ્રશ્નોનું પણ નિરાકણર લાવશે. તેમ આરએમઓ ડો. મહેન્દ્રભાઇ સી. ચાવડાએ જણાવ્યું હતું.

(3:54 pm IST)