Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાત્રે દસ વાગ્યે પણ ભોજન લેવાનું બાકી હોવાની જાણ થતાં જ મારા માટે ભોજનની વ્યવસ્થા કરાઈ : હિરેનભાઇ હરીયાણી

રાજકોટ તા. ૩: કોરોનાથી ડરવાની નહીં પણ ધૈર્ય જાળવી હિંમતપૂર્વક આગળ આવી ત્વરીત સારવાર અને ડોકટરો દ્વારા આપવામાં આવતી દવાઓ, ઉકાળાઓ સાથે સાવચેતીના પગલારૂપે માસ્ક પહેરવું, સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવું, વારંવાર હાથ ધોવા વગેરે બાબતોનો ચુસ્ત અમલ કરવો જોઇએ.. આ શબ્દો છે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થનાર રાજકોટના સદગુરૂ કોલોની ખાતે રહેતા ૪૩ વર્ષીય હિરેનભાઇ હરીયાણીના. કોવિડ-૧૯ હોસ્પિટલની માનવતાસભર સારવાર બાબતે જણાવતાં તેઓ કહે છે કે રાત્રે ૧૦-૦૦ કલાકે હું દાખલ થયો ત્યારે જમવાનો ટાઇમ ન હોવા છતાં મારે જમવાનું બાકી છે. તેની જાણ કરતાં જ તુરત જ મારા માટે જમવાની વ્યવસ્થા કરાઇ હતી. તદઉપરાંત ડોકટરો અને નર્સ સહિતનો સ્ટાફ કોરોના દર્દીઓની સતત સારવારમાં ખડે પગે હતો. મને નિયમિત તપાસ અને દવાઓ અપાઇ રહી હતી. બીજા જ દિવસે સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોરોના આઈસોલેશન વોર્ડમાં મને શિફટ કરવામાં આવતા ત્યા ચાર દિવસ સારવાર મળી હતી. જયાં સવારે નિયમિત ચા-દુઘ, નાસ્તો, સવારે અને રાત્રે સાત્વિક ભોજન સાથે ઉકાળો અને ઇમ્યુનિટી વધારવાની દવાઓ પણ આપવામાં આવી હતી. આમ સમર્પીત સ્ટાફ, ડોકટરોની નિયમીત તપાસ અને સારવારના લીધે માત્ર ચાર દિવસમાં જ હું કોરોના મુકત બન્યો છું.

(3:48 pm IST)