Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

જામનગરના ભકતની શિવમંદિરની ઇચ્‍છ પૂર્ણ કરવા સ્‍થળ પર જ દાનની ઝોળી છલકાવાઇ

બાબા બાગેશ્વરના રાજકોટ ખાતેના દિવ્‍ય દરબાર દરમિયાન

રાજકોટ તા. ૩ : બાબા બાગેશ્વરધામનો દિવ્‍ય દરબાર રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે લાગ્‍યો હતો. જે દરમિયાન જામનગરના એક ભકતની અરજી સ્‍વીકાર્ય થઇ અને તેમણે પોતાની આર્થીક સ્‍થિતી સારી ન હોવા છતા શીવમંદિર બનાવવાની ઇચ્‍છા વ્‍યકત કરી. તેમની ઇચ્‍છા પુર્તી માટે સ્‍થળ પર જ પં. ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાીએ દાન માટે અપીલ કરી દીધી. થોડા સમયમાંજ એ દાનની ઝોળી છલકાઇ ગઇ અને એ તમામ રકમ એ ભકતને શીવ મંદિર બનાવવા માટે અર્પણ કરી દેવામાં આવી. દાન માટે સૌથી પહેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના મુખ્‍ય આયોજક કિશોરભાઇ ખંભાયતાને બોલાવી કહેવામાં આવ્‍યુ કે તમારી પાસે જે રકમ હોય તે અહીં આપી દયો. બાદમાં દરબારમાં બેઠેલા મિલનભાઇ કોઠારી અને સમિતિના અન્‍ય સભ્‍યોને પણ અપીલ કરાતા સૌ કોઇએ યથા શક્‍તિ દાન આપેલ. આમ દિવ્‍ય દરબાર દરમિયાન પં. ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાીની એક અપીલથી રૂ. પ લાખનું અનુદાન જામનગરના એ ભાવિકની શીવમંદિર બનાવવાની ઇચ્‍છાપૂર્તી માટે એકત્ર થઇ ગયુ હતુ.

(12:18 pm IST)