Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૨૦૨૧-૨૨માં શહેરોનો જેટ ગતીએ થશે વિકાસ : નવા બ્રિજ - મેટ્રોનીયો ટ્રેનની સુવિધા

બજેટમાં વિકાસલક્ષી જોગવાઇઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ અને નાણામંત્રી નીતિનભાઇનો આભાર માનતા પૂર્વ સ્ટે. ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૩ : આજે ગુજરાત સરકારનુ ં સને ૨૦૨૧-૨૨નું બજેટ રજુ કરવામાં આવેલ છે. જેને આવકારતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ગુજરાત સરકાર દ્વારા રૂ.૨,૨૭,૦૨૯ કરોડનું પ્રજાલક્ષી બજેટ રજુ કરવામાં આવેલ છે. આ બજેટમાં રાજકોટ શહેરના વિકાસ માટે તેમજ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે માધાપર ચોકડી ખાતે પી.પી.પી. ધોરણે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે તથા ટ્રાફિક શાખા માટે નવી ૧૮૪ જગ્યા ઉભી કરવાની, રાજકોટ, જામનગર વિગેરે શહેર માટે મેટ્રો લાઈટ-મેટ્રો નીઓ સેવા શરૂ કરવા રૂ.૫૦ કરોડની ફળવાની કરવામાં આવેલ છે. આ ઉપરાંત પર્યાવરણી સુરક્ષા માટે ઈ-રીક્ષા દીઠ રૂ.૪૮ હજાર અને બેટરીથી ચાલતા ટુ વ્હીલર વાહનો માટે રૂ.૧૨ હજાર સબસીડી તથા રાજયના જુદા જુદા શહેરના રાજમાર્ગો પર સી.સી.ટીવી. કેમેરા મુકવા માટે રૂ.૯૦ કરોડ તથા ઈ-ગુજકોપ સેવા માટે રૂ.૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરંત કૃષિ કલ્યાણ વિભાગ માટે રૂ.૭૨૩૨ કરોડ, બાગાયત માટે રૂ.૪૪૨ કરોડ તથા જળસંપતી વિભાગ માટે રૂ.૫૪૦૦ કરોડ, બુલેટ ટ્રેન માટે રૂ.૧૫૦૦ કરોડ, કલ્પસર માટે રૂ.૧૫૦૦ કરોડ, યાત્રાધામ વિકાસ માટે રૂ.૧૫૪ કરોડ, તથા શિક્ષણ માટે રૂ.૩૨૦૦૦ કરોડ, સિનીયર સીટીઝન તથા વૃધ્ધોને જાત્રા કરવાનું સરળ બને તે માટે હેલિકોપ્ટરથી જાત્રા કરવાની યોજના શરૂ કરી ગુજરાતમાં સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા તથા ગીરના વિસ્તારોમાં હેલીપોર્ટ બનાવવાની જોગવાઈ કરેલ છે. જે બદલ રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલનો ઉદય કાનગડએ આભાર વ્યકત કરેલ છે.

અંતમાં, ઉદય કાનગડે જણાવેલ છે કે, નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલએ 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે તમામ વર્ગને ધ્યાનમાં રાખી, બજેટ આપેલ છે સાથોસાથ રાજયના ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્યની સેવા મળી રહે તેવા હેતુથી રાજયમાં મોરબી તથા ગોધરા ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડેશન માટે પુરતી જોગવાઈ કરેલ છે.

(4:10 pm IST)