Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગોવામાં ટૂકા કપડા ન પહેરતાં પતિએ પત્નિને કહ્યું તું બુધ્ધી વગરની છો, હવે તું અહિ એકલી રખડ!

લગ્નના ત્રણ મહિના પછી ચાર કપલ ફરવા ગયા ત્યાં પતિએ પોત પ્રકાશ્યું...પછી ત્રાસ વધતો ગયો : કુચીયાદળ રહેતી દિક્ષીતા ભુવાની ફરિયાદ પરથી ખારચીયા રહેતાં પતિ દેવાંશુ તેમજ સાસુ-સસરા-નણંદ વિરૂધ્ધ ફરિયાદઃ બાઇક પાછળ બેસીને વાત કરતાં પતિએ કહ્યું-કંઇ બોલવું નહિ, હું ગાડી ખટારા નીચે નાંખી દઇશ : ત્રાસના બીજા બનાવમાં મનહરપરાની અંજુમને મોરબીમાં ઘરકામ પ્રશ્ને સાસરીયાનો ત્રાસ

રાજકોટ, તા. ૩ :  કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે કુચીયાદળ માવતરના ઘરે રહેતી પરિણીતાને લગ્નના ત્રણ મહિના પછી ચાર કપલ ફરવા ગયા ત્યાં પતિએ પોત પોકાર્યુ અને ગોવામાં ટુંકા કપડા ન પહેરતા પતિએ પત્નિે કહ્યું તુ બુધ્ધિ વગરની છો. હવે તું અહીં એકલી રખડ, પછી સરધારના ખારચીયા રહેતા પતિ, સાસુધ, સસરા અને નણંદનો ત્રાસ વધતા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાત હનુમાન મંદિર પાસે કુચીયાદળ ચોરાની બાજુમાં માવતરના ઘરે રહેતા દિક્ષીતાબેન દેવાંશુ ભુવા (ઉ.વ.ર૯) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ દેવાંશુ ભુવા, સાસુ મંજુબેન ભુવા, સસરા જેન્તીભાઇ બાવાભાઇ ભુવા, જસદણના જંગવડના નણંદ અસ્મીતા જગદીશભાઇ પાનસુરીયા, કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટીના મમતા, પરાગભાઇ ઢોલરીયા, જસદણના દયા જીગરભાઇ રોકડ અને સરધારના પ્લોટ વિસ્તારમાં રહેતા નીલમ યોગેશભાઇ નાકરાણીના નામ આપ્યા છે. દિક્ષીતાબેન ભુવાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ત્રણ વર્ષ પહેલા સરધાર નજીક ખારચીયા ગામમાં રહેતા દેવાંશ, જેન્તીભાઇ ભુવા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અને સાસુ સહિતે ત્રણ માસ સારી રીતે રાખેલ બાદ પોતે પતિ તેમજ બહેન અને બનેવી ચારેય કપલ ગોવા ફરવા ગયેલ ત્યાં પતિએ કહેલ કે, તું ટુંકા કપડા કેમ નથી  પહેરતી પોતે કહેલ કે મારી પાસે જે કપડા છે તે કપડા પહેરૂ છું તેમ કહેતા પતિએ ઝઘડો કર્યો હતો અને કહેલ કે તુ બુધ્ધી વગરની છો તને ખબર નથી પડતી, તારે ટુંકા કપડા પહેરવા હોય તો જમારી સાથે રહે નહીં તો તું એકલી રખડ હું તારી સાથે નવરો નથી. તેમ કહ્યું હતું. ત્યાં દસ દિવસ રોકાયા ત્યાં સુધી પતિએ પોતાને બોલાવવાનું બંધ કરી દીધું હતું. પોતે સામેથી તેને બોલાવે તો તે ગુસ્સો કરી ગાળો આપતા હતા. ત્યારબાદ પોતે ઘરે આવતા આ બધી વાત સાસુને કરતા તેઓ કહેલ કે દેવાંશુ પહેલેથી જ આવો છે. મારા દીકરાને તારી સાથે લગ્ન નોતા કરવા એટલે તારી સાથે આવુ વર્તન કરે છે. થોડા દિવસ પછી બધુ સારૂ થઇ જશે. ત્યારબાદ થોડા દિવસ પછી પોતાને કયાંય જવુ હોય તો પતિ પોતાની સાથે આવતા નહીં. બાદ નણંદના ઘરે રોટલો ખાવા ગયા ત્યારે બાઇક પર જતી વખતે પતિના ખીસ્સામાંથી પૈસા પડી જઇ તેમ હોઇ જેથી પોતે તેને જાણ કરતા તેણે કહેલ કે, ભલે પડી જાય તારે શું તુ મારી પાછળ બેઠી હોય ત્યારે કાંઇ બોલવું નહી, તને ભાન  પડતી નથી. તુ મને ગમતી નથી અને તુ અહીંથી ચાલી જા નહીં હું ખટારા નીચે ગાડી નાખી દઇશ તેમ કહી બાઇક સ્પીડમાં ભગાવ્યું હતું. ઘરે આવ્યા બાદ પોતે આ વાત સાસુને કરતા તેણે કહેલ કે, તુ જ એવી છો તુ થોડા દિવસ બહાર સુઇ જવાઇ અને કાથી વાડીએ આવી જાજે તેમ કહેતા પોતે સવારે ઉઠીને ઘરનું કામકાજ પુરૂ કરી વાડીએ જતા ત્યાં કામ કરવામાં ભુલ થાઇ તો સાસુ કહેતા તારે કામ નથી કરવું એટલે ન આવડવાનો ઢોંગ કરે છે બાપના ઘરે તો ઘણુ કામ કરેલ છે તેમ મેણાટોણા મારતા હતા તથા નણંદ અને પતિ દેવાંશુની હાજરીમાં સસરા કહેતા કે તને ખાવા તો બહુ જોય છે તેમ મેણાટોણા મારતા હતા. જસદણના જંગડમાં રહેતા મોટાનણંદ ઘરે રોકાવા આવતા ત્યારે પોતે તેને વાત કરતા તેણે કહેલ કે તુ જ ખરાબ છો તને નો ભળતુ હોય તો તું છુટુ કરી નાખ તુ તારા ઘરે જતી રહે તેમ વારંવાર સંભળાવતા હતા અને કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટીમાં રહેતા બીજા નંબરના નણંદ પણ તને ખાવા બહુ જોય છે. કામ કરવામં હાલ આવે છે. તેમ કહેતા  હતા અને જસદણ રહેતા નણંદ ઘરે રોકાવા આવે ત્યારે સાસુને કહેતા કે દિક્ષીતા પાસે કામ કરાવો અને હેરાન કરો એટલે આ ચાલી જશે, દેવાંશુને દિક્ષીતા તો ગમતી નથી જેથી હેરાન કરશો તો ચાલી જશે અને નાના નણંદ પણ સાસુને કામમાં મદદ કરવા બાબતે મેણાટોણા મારતા હતા ત્યાર બાદ બહેનો માનતા ઉતારવા જવાનુ઼ છે તો તુ આમ તેમ ફોન આવતા પોતે તેના પતિ, સાસુ, સસરાને વાત કરતા કોઇ મુકવા ન આવતા પોતે ગત તા. ૪/૧ ના રોજ બસમાં બેસી ભાડલા બે દિવસ રોકવા ગયેલ બાદ સસરાએ પોતાના પિતાને ફોન કરી કહેલ કે દિકરીને ત્યાં રોક જો અમે રાજકોટ જશુ તેમ કહ્યું હતું અને અમારે રાજકોટમાં મકાન લેવું છે તમે પૈસાની સગવડ થાય ત્યારે અમે દિક્ષિતાને તેડી જશુ. તેમ કહ્યું હતું. બાદ પોતાને કોઇ તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. વી.જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

જયારે ત્રાસના બીજા બનાવમાં થોરાળાના મનહરપરા શેરી નં. ૮માં માવતર ધરાવતી અંજુમ નિશાર અહેમદ શાહમદાર (ઉ.વ.ર૪) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં મોરબી વીસી ફાટક પાસે જાયન્ટસ નગરમં રહેતા પતિ નિશાર, શાહમદાર સસરા જીવાશાભાઇ અકબરશાભાઇ શાહમદાર, સાસુ જરીનાબેન, નણંદ શહેનાઝ અને ગુલશનના નામ આપ્યા છે.  અંજુમે ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતાના ચાર વર્ષ પહેલા મોરબીના નિશાર અહેમદ સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઇ હતી. લગ્ન બાદ પોતાનો ઘરસંસાર બે વર્ષ ચાલ્યો હતો. બાદ સાસુ, સસરા પોતાના પર ખોટી શંકા કરી ઘરની બહાર નીકળ્યો દેવા નહી અને ઝઘડો કરતા હતા તે બાબતે પતિને વાત કરતા તે મારમારતો હતો અને પોતે તેના માતા પિતા સાથે આ બાબતે વાત કરતા સસરાએ ફોન લઇ લીધો અને કહેવા લાગ્યા કે, તમારી દિકરી પર વિશ્વાસ નથી મારા ઘરમાં મારે તમારી દિકરીને જોતી નથી અને પૌત્રને તો હું આપીશ જ નહીં તેમ કહ્યું હતું. બાદ બીજા દિવસે ઘર કામ બાબતે પતિએ ઝઘડો કર્યો હતો અને જોઇતી નથી તેમ કહી પોતાને પીયરે મુકી ગયેલ ત્યારબાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઇ. આઇ.એમ. શેખે તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)