Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

તિર્થસ્થાનોનો વિકાસ થશે, ગુજરાત શૈક્ષણિક રીતે વધુ સમૃધ્ધ બનશેઃ ભંડેરી- ભારદ્વાજ

બજેટમાં રાજયનો સર્વાંગી વિકાસ લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે

રાજકોટ,તા.૩: ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ સહીતના ભાજપ અગ્રણીઓએ રાજયની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ને તૃત્વવાળી ભાજપા સરકારના  નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે રજુ કરેલ વર્ષ ૨૦૨૧--રરના રૂ.૨,૨૭,૦૨૯ કરોડની પુરાંતવાળુ અને રાહતલક્ષી બજેટને આવકારતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કાર્યોની હારમાળા સર્જાઈ રહી છે ત્યારે આ બજેટમાં આ બજેટમાં રાજયનો સર્વાગિ વિકાસને લક્ષમાં રાખવામાં આવ્યો છે.

ખાસ કરી મહાનગરોમાં માળખાકિય અને આંતરામાળખાકિય સુવિધાઓમાં વધારો થાય અને લોકોની સુખાકારી જળવાય, સૌરાષ્ટ્ર- ગુજરાતના તીર્થસ્થાનો નો વિકાસ થાય તેમજ ગુજરાત શૈક્ષણિક રીતે વધુ સમૃધ્ધ બને અને ઉચ્ચ શિખરોને સર કરે એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, યુવાવર્ગ, વડીલો, મહીલાઓ, ખેડુતો, બાળકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ આ બજેટ શિક્ષણ , મેડીકલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, બાળવિકાસ, શ્રમ અને રોજગાર ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવનારૂ બની રહેશે અને ગુજરાતનું આ બજેટ દેશનું શિરમોર બની રહેશે.

વિકાસની યાત્રાને વધુ વેગવંતા બનાવતા બજેટન આવકારતા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ રાજયની ભાજપ સરકાને અભિનંદન આપતા જણાવ્યું હતું.

(4:05 pm IST)