Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

શિક્ષણમંત્રી- ગૃહમંત્રીના નિવેદન સામે ધો.૧૦-૧રની પરીક્ષાની હોલ ટીકીટ વિતરણનો બીજા દિવસે બહિષ્કાર

શાળા સંચાલકોના ડીઇઓ કચેરીએ દેખાવોઃ સરકાર સામે વ્યાપક રોષ

રાજકોટઃ રાજયના શિક્ષણમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે ખાનગી શાળાઓના સંચાલકોએ સતત બીજા દિવસે ધો.૧૦ અને ધો.૧રની હોલ ટીકીટનો બહીષ્કાર કરી વિરોધ નોંધાવતા પ્રસ્તુત તસ્વીરમાં ડીઇઓ કચેરીએ સુત્રોચ્ચાર કરતા શાળા સંચાલકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા., ૧: ગુજરાત રાજયના શિક્ષણમંત્રી અને ગૃહ મંત્રીના નિવેદનથી શાળા સંચાલકો ભારે નારાજ છે. સરકારની કાર્યપધ્ધતી સામે રોષ પુર્વક હોલ ટીકીટનું વિતરણનો સાદર અસ્વીકાર કરી રાજય સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. જે આજે બીજા દિવસે પણ હોલ ટીકીટ વિતરણનો બહિષ્કાર કર્યો છે.

ગુજરાત માધ્યમીક એન્ડ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડ દ્વારા લેવાનાર ધો.૧૦ અને ધો.૧ર (સામાન્ય / સાયન્સ પ્રવાહ)ની પરીક્ષાની હોલ ટીકીટ વિતરણ જીલ્લા કક્ષાએથી કરવામાં આવનાર છે.  વિતરણ વ્યવસ્થાનો અસ્વીકાર કરીએ  તે  આ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા જ થાય તેવું  શિક્ષણ અપનાવેલ છે.

શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાએ  નિવેદનમાં જણાવેલ છે કે જે વિદ્યાર્થીઓએ ફી ન ભરેલ હોય તો પણ હોલ ટીકીટ આપી દેવી, અમલ ન કરનાર શાળાઓની માન્યતા રદ કરવાની ગંભીર ચીમકી આપેલ છે.

તંત્ર છતા શિક્ષણ મંત્રીના  નિવેદનથી આર્થિક રીતે સક્ષમ વાલીઓને પણ આડકતરી રીતે ફી નહી ભરવા માટે પ્રોત્સાહન મળેલ છે તેનો સૌ સખત વિરોધ કર્યો છે. કારણ કે સ્વનિર્ભર શાળાઓ આ ફી પર જ નિર્ભર હોય છે.

રાજય સરકારના ગૃહમંત્રીશ્રી વિધાનસભાનાં સત્ર દરમિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સરખામણી બુટલેગર સાથે કરતું જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો પણ વિરોધ કર્યો છે.

ગમે ત્યારે ગમે તે વ્યકિત મંડળ કે સંસ્થા દ્વારા શાળા સંચાલકોને શૈક્ષણીક માફીયા, લુંટારા કે બુટલેગર જેવા વિશેષણોથી ઓળખાવે છે. જેની વિદ્યાર્થીઓના માનસ ઉપર ખુબ નકારાત્મક અસર થાય છે અને આ વિદ્યાર્થીઓનું શ્રધ્ધા કેન્દ્ર એટલે કે સ્કુલ પ્રત્યેની શ્રધ્ધા ડગમગી ઉઠે છે અને એટલે જ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અનિષ્ઠનીય કૃત્ય આદરવામાં આવે છે.

વિરોધ કાર્યક્રમમાં  શિક્ષણ બોર્ડના શ્રી ડો. પ્રિયવદન કોરાટ, સર્વશ્રી અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, ડી.કે. વાડોદરીયા, ડી.વી.મહેતા, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, રશ્મીકાંતભાઇ મોદી, પુષ્કરભાઇ રાવલ, નરેશભાઇ પટેલ, જયપાલસિંહ રાઠોડ, વિપુલભાઇ પાનેલીયા, મેહુલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ, મહેન્દ્રભાઇ ગજેરા, રાજુભાઇ પરીખ,  નિરેનભાઇ જાની, પરીમલભાઇ પરડવા, વિમલભાઇ છાયા, વિમલભાઇ કપુર સહિતના સંચાલકો ઉપસ્થિત રહયા હતા.

(4:24 pm IST)