News of Saturday, 3rd March 2018

ખંઢેરી પાસે હોટેલમાં રાજકોટની ત્રણ મહિલાની બઘડાટીઃ સંચાલકની પત્નીને માર માર્યો

ફોનમાં અભદ્ર ભાષામાં વાત કરવાની ના પાડતા તુટી પડીઃ ત્રણ મહિલા પૈકી એક દારૂ પીધેલ હતીઃ ત્રણેયની ધરપકડ

રાજકોટ, તા., ૩: રાજકોટની ભાગોળે ખંઢેરી ગામ પાસે હોટેલના પટાંગણમાં ફોનમાં અભદ્ર ભાષામાં વાત કરવાની ના પાડતા હોટેલ સંચાલકના પત્ની પર રાજકોટની ત્રણ મહિલાઓએ હુમલો કરી માર માર્યો હતો. ત્રણ પૈકી એક મહિલા દારૂ પીધેલ હાલતમાં હોય તેની સામે અલગથી પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડીયમ નજીક આવેલ ધ મુરલીધર ગ્રાન્ડ હોટેલ સંચાલકના પત્ની પ્રતિભાબેન એભલભાઇ કુહાડીયાએ ગાયત્રીબા રવિરાજસિંહ પરમાર રે. ચિત્રકુટ મહાદેવ મંદિર પાસે ક્રિસ્ટલ મોલ પાસે રાજકોટ ચાંદનીબેન ધર્મેન્દ્રભાઇ રજપુત રે. પુનીતનગર વાવડી ગામ પાસે રાજકોટ તથા રાધીકા ઉર્ફે રાખી હર્ષદભાઇ ધામેચા રે. રૈયા ચોકડી બાપા સીતારામ ચોક નજીક રાજકોટ સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧ ના રાત્રીના ૧૦ વાગ્યે હોટલમાં ઉકત ત્રણ મહિલાઓ નાસ્તો કરવા માટે આવી હતી. ત્યારે હોટેલના પટાંગણમાં એક મહિલા મોબાઇલ ફોન પર ઉંચા અવાજે અભદ્ર ભાષામાં વાત કરતી હોય ફરીયાદી પ્રતિભાબેને આવી નીચા અવાજે વાતો કરવા અને અભદ્ર ભાષા બોલવાની ના પાડતા ઉકત ત્રણેય મહિલાઓએ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી ફરીયાદી પર હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને ત્રણ પૈકી એક મહિલાએ છરી બતાવી ધમકી આપી હતી. ત્યાર બાદ ત્રણ પૈકી બે મહિલા એક કાર બોલાવી તેમાં નાસી છુટી હતી. જયારે અન્ય એકને મહિલાને હોટેલના સ્ટાફે ઝડપી લીધી હતી.

આ દરમિયાન ફરીયાદીના પતિએ પડધરી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પકડાયેલ મહિલા ગાયત્રીબા પરમાર દારૂ પીધેલ હાલતમાં હોય તેની ધરપકડ કરાઇ હતી.

પડધરી પોલીસે ઇજાગ્રસ્ત પ્રતિભાબેનની ફરીયાદ પરથી ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કર્યો હતો. ગઇકાલે નાસી છુટેલ અન્ય બે મહિલા ચાંદની રજપુત તથા રાધીકા ઉર્ફે રાખી ધામેચાની પણ પડધરી પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઉકત ત્રણેય મહિલા જામનગરથી રાજકોટ આવતી હતી અને હોટેલમાં નાસ્તો કરવા ગયા બાદ આ બઘડાટી થઇ હતી. પકડાયેલ ત્રણ મહિલા પૈકી ગાયત્રીબા પરમારને પતિ સાથે અણબનાવ હોય કેસ ચાલે છે. ચાંદની અપરણીત છે. જયારે રાધીકા પરણીત છે. વધુ તપાસ મહિલા પોલીસ જમાદાર પુજાબેન મંડલીક ચલાવી રહયા છે.

(11:23 am IST)
  • રાજસ્થાન- સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર મધ્યમ- વાદળા છવાશેઃ ગુજરાત- વિદર્ભ- દક્ષિણ મધ્ય પ્રદેશમાં દિવસનું ઉષ્ણતામાન નોંધનીય રીતે નોર્મલ થી વધુ રહેશેઃ access_time 3:43 pm IST

  • પરાપીપળીયામાં રાજકોટ રેલ્વે તંત્રના નવા કન્ટેનર ડેપોનો માર્ગ મોકળોઃ દરખાસ્તઃ પરાપીપળીયામાં રેલ્વેના કન્ટેનર ડેપો અંગેનો માર્ગ મોકળોઃ ૩ મહત્વની કવેરી હલ કરી લેવાઇઃ રાજકોટ કલેકટર દ્વારા રાજય સરકારને પ૦ હજાર ચો.મી. જમીન અંગે નવેસરથી આજે દરખાસ્ત મોકલી દેવાઇ access_time 3:43 pm IST

  • અમેરીકા ઉપર જેટલો ટેકસ લગાડાશે, એ દેશો પાસેથી એટલો જ વસુલીશઃ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, હું ટૂંક સમયમાં જ રેસિપ્રોકલ ટેકસ લગાવવાનો શરૂ કરી દઈશ, જેથી અમે પણ એટલી જ આયાત રાશિ વસુલ કરી શકીએ જેટલી રકમ જે તે દેશ આપણી પાસેથી વસૂલે છે : ૮૦૦ અરબ ડોલરના વેપારના નુકશાનનો હવે કોઈ વિકલ્પ રહ્યો નથી : આ અગાઉ ટ્રમ્પે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર ટેકસના દરમાં વધારાની ઘોષણા કરી હતી access_time 3:44 pm IST