Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વાદળો છવાશેઃ ઠંડીનો અનુભવ નહિં થાય

તા.૪ થી ૬ સુધી વાદળો છવાયેલા રહેશે : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૩૪ થી ૩૫ ડિગ્રીએ પહોંચી જશેઃ ૭મીથી વાદળો વિખેરાશે, ન્યુનતમ અને મહત્તમ તાપમાન ફરી નોર્મલ આસપાસ પહોંચશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩ : હાલ કંઈ ખાસ ઠંડીનો અનુભવ થતો નથી. સવારે અને રાત્રીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. આગામી ત્રણ ચાર દિવસ વાદળો છવાયેલા જોવા મળશે. ત્યારબાદ ફરી તાપમાન નોર્મલ નજીક પહોંચી જશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગત ૨૯મીની આગાહી મુજબ ઠંડી ઘટશે. ગરમી વધશે. મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રીએ પહોંચી જશે. તેની જગ્યાએ ૩૪-૩૫ ડિગ્રી ત્રણ-ચાર દિવસ પહેલા મહત્તમ તાપમાન જોવા મળેલ. બાદ એક - બે દિ'થી તાપમાન આંશિક ઘટ્યુ છે અને હાલ મહત્તમ તાપમાન નોર્મલથી એક - બે ડિગ્રી ઉંચુ છે. જેમ કે રાજકોટમાં મહત્તમ ૩૦.૭ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), અમદાવાદ (૩૦.૮ (નોર્મલથી ડિગ્રી ઉંચુ), ન્યુનતમ તાપમાન અમુક જગ્યાએ નોર્મલ અને અમુક જગ્યાએ એક-બે ડિગ્રી ઉંચુ છે. આગાહી મુજબ ગઈકાલે રાજકોટમાં ઝાકળ જોવા મળેલ. તા.૩ થી ૧૦ (શનિથી શનિ) દરમિયાન તા.૪,૫,૬ (રવિથી મંડળ) દરમિયાન વાદળાઓ થશે. ન્યુનતમ તાપમાન નોર્મલથી બે થી ચાર ડિગ્રી ઉંચુ જોવા મળશે. મહત્તમ તાપમાન પણ સૌરાષ્ટ્રમાં નોર્મલથી બે ડિગ્રી ઉંચુ જોવા મળેલ.

પરંતુ મધ્ય અને દ. ગુજરાતમાં તા.૪ થી ૬ મહત્તમ તાપમાન ૩૪-૩૫ ડિગ્રીએ પહોંચી જશે.

તા.૭ થી વાદળો વિખેરાશે અને ૯, ૧૦ ન્યુનતમ અને મહત્તમ તાપમાન નીચા જશે. ફરી નોર્મલ તરફ જશે.

પણ ઉત્તર ગુજરાતમાં તા.૯, ૧૦ના ઘણા સેન્ટરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. નોર્મલથી ૧-૨ ડિગ્રી ઉંચુ જોવા મળશે.(૩૭.૮)

(4:13 pm IST)