News of Saturday, 3rd February 2018

આજી રીવર ફ્રન્ટથી રોનક બદલાઇ જશે અને ટ્રાફીક સમસ્યાનો પણ હલ : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૩ : આજી નદી રીવરફ્રન્ટનની જાહેરાત જનતાની જીત છે. આ યોજનાથી આજી નદીની રોનક બદલાઇ જશે અને ટ્રાફીક સમસ્યાનો પણ હલ થઇ જશે તેમ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં આજી નદી રીવરફ્રન્ટની જાહેરાત કરેલ તેને હાલના મુખ્યમંત્રીશ્રી િીવજયભાઇ રૂપાણીએ મંજુરીની મહોર મારી રાજકોટવાસીઓને અનોખી ભેટ આપી છે. ૧૧ કિ.મી. નો આજી નદીનો કિનારો કે જયાં હાલ ગટરનું ગંદુ પાણી વહે છે ત્યાં આંખો ટાઢી થઇ જાય તેવો નજારો જોવા મળશે. તેમ ગોવિંદભાઇ પટેલ (મો.૭૦૬૯૫ ૫૧૫૫૬) એ જણાવેલ છે. (૧૬.૪)

(4:08 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં લશ્કરી ચેકપૉઇન્ટમાં એક ભયંકર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 13 લોકો ઘાયલ થયા છે : આ હુમલાની જવાબદારી તેહરિક-એ-તાલીબાન આતંકી સંગઠને લીધી છે. access_time 1:19 am IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST