Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો

રાજકોટ, તા. ૩ :  સીંગતેલમાં મંદીના પગલે આજે ૧૦ રૂ.નો ઘટાડો થયો હતો. સ્થાનીક બજારમાં ધરાકીના અભાવે સીંગતેલમાં નરમાઇ જોવા મળી હતી સીંગતેલ લૂઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૮પ૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૮૪૦ રૂ. બોલાયા હતા. સીંગતેલ નવા ટીન (૧પ કિલો) ના ભાવ ૧પ૪૦ ની ૧પ૭૦ રૂ. હતા તે ઘટીને આજે ૧પ૩૦ થી ૧પ૬૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલ સિવાય અન્ય કોઇ સાઇડ તેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ નહતી.

(4:07 pm IST)