Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પરિણીતાના આપઘાત કેસમાં સાસુ-સસરાની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૩ : રાજકોટ શહેર મહીલા પોલીસ સ્ટેશનમાં ગુજરનાર કાજલના પિતા અતુલભાઇ ગોરધનભાઇ સોંદાગર ગજજર મીસ્ત્રી એ તા.પ/૧/ર૦૧૮ ના રોજ તેણીની પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરતા તેણીના સાસુ-સસરા, દિયર-દેરાણી અને મામાજી સામે ફરીયાદ નોંધાવેલ કે તેણીની દીકરીએ પટેલ જ્ઞાતિમાં લગ્ન કરેલ હોય તેમજ તેણી માતૃત્વ ધારણ કરી શકે તેમ ન હોય જેના કારણે સાસરીયામાં તેણીને ઘરકામ બાબતે રૂપીયા બાબતે તેમજ જ્ઞાતિ અલગ હોવાને કારણે મેણાંટોણા મારી માનસીક ત્રાસ આપવામાં આવતો હતો જે બનાવના અનુસંધાને સસરા ભગવાનજીભાઇ વલ્લભભાઇ ઠુમ્મર અને સાસુ મધુબન ભગવાનજીભાઇ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવેલી જેથી બંને આરોપીએ જામીન અરજી કરી હતી.જેને કોર્ટે મંજુર કરી હતી.

આ કામમાં પક્ષકારોની રજુઆત તપાસનીશ અધિકારીનું સોગંદનામું અને પોલીસ તપાસના કાગળો ધ્યાનમાં લઇ રાજકોટના મહે. એડી.સેશસન્સ જજશ્રી એમ.એમ.બાબી એવા મંતવ્ય પર આવેલ કે આ કામમાં ગુજરનારની કોઇ સ્યુસાઇડ નોટ નથી કે મરણામુખ નિવેદન નથી સાસુ-સસરાનો રહેવાસી છે, પરીવાર સાથે રહે છ, જેથી નાશીભાગી જાય તેમ ન હોય જેથી જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવવામાં આવે છ.ે

આ કામે આરોપી વતી એડવોકેટ દરજ્જે રાજકોટના લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી,યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ નિશાંત જોષી તથા રાજુભાઇ ફળદુ રોકાયેલા હતા.(૬.૧૬)

 

(4:06 pm IST)