Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

શહેરની હોસ્પિટલો - હાઇરાઇઝડ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો અપૂરતાઃ ૧૪૪ને નોટીસ

ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝની ચેકીંગમાં પોલ ખુલ્લી

રાજકોટ તા. ૩ : મ્યુનિ. કોર્પોરેશનના ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા તા. ૩૧થી તા. ૨ ફેબ્રુ. ૨૦૧૮ દરમ્યાન શહેરની વિવિધ ઈમારતો જેવી કે હોસ્પિટલો, હાઈરાઈઝડ બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ, સ્કૂલો, પાર્ટીપ્લોટો, હોટલ અને ગેસ્ટહાઉસ વિગેરેમાં અગ્નિશામક સાધનો છે કે કેમ ? અને જે છે તે કેટલા અંશે કાર્યરત છે તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૪૪ને નોટીસ પાઠવવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

શહેરની અલગ અલગ હોસ્પિટલો અને હાઈરાઈઝડ બિલ્ડીંગોમા ફાયર સિસ્ટમ અને સેફટીના સાધનોનું સ્થળ પર તપાસ કરવામાં આવ્યું હતું. અલગ અલગ કુલ ૨૯૫ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ફાયર સિસ્ટમ અને સેફટીના સાધનો અપૂરતા હોય તેવા ૧૪૪ હોસ્પિટલો અને હાઈરાઈઝડ બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)