Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રૈયા ચોકડીએ ભુગર્ભ ગટરની જમ્બો કુંડી તુટતા ગંદા પાણીના તળાવ ભરાયાઃ તંત્ર ઉંધા માથે

રાજકોટઃ શહેરના રૈયા ચોકડી વિસ્તારમાં ફલાય ઓવર બ્રીજનું કામ ચાલુ છે ત્યારે અવાર-નવાર પાણી ડ્રેનેજની પાઇપલાઇનો તુટે છે પરંતુ આજે સવારે ભુગર્ભ ગટરની જમ્બો કુંડી તુટી જતા સ્થળ ઉપર ગંદુ અને દુર્ગંધ મારતા પાણીનું મોટુ તળાવ ભરાઇ ગયુ હતુ. જેના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતા લોકોને મુશ્કેલી સર્જાયેલ. જો કે સીટી ઇજનેર ભાવેશ જોષીએ તાબડતોબ સ્થળ પર પહોંચી અને કુંડીનું સમારકામ શરૂ કરાવેલ તે વખતન તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩-૧૫)

(3:55 pm IST)