Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

દુનિયાભરના લોકોએ ચંદ્રગ્રહણનો નજારો નિહાળ્યો

રાજકોટ : ખગ્રાસ ચંદ્રગ્રહણના દિવસે દેશભરના લોકોએ ખગોળીય ઘટનાનો નજારો નિહાળ્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ૪૦૦ જિલ્લામાં ગ્રહણ નિદર્શનના જાહેર કાર્યક્રમો ગોઠવાયા હતા. જેનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ગેરમાન્યતાઓનું ખંડન કરી લેભાગુઓની નકારાત્મક આગાહીઓની હોળી કરી લોકોમાં જાગૃતિ લાવવા સફળ પ્રયાસો કરાયા હતા. ગ્રહણ એક ખગોળીય ઘટના હોવાની સમજ અપાઇ હતી. રાજકોટમાં બે સ્થળે તેમજ અન્ય સ્થળ ટેલીસ્કોપ, બાયનોકયુલર, દુરબીન જેવા સાધનો ગોઠવી લોકોને વિસ્તૃત અવલોકન સાથે સમજ આપવા પ્રયાસ કરાયો હતો. જોકે આ ચંદ્રગ્રહણ નરી આંખે પણ જોઇ શકાય તેમ હોય અનેક લોકોએ પોત પોતાની રીતે પણ ગ્રહણ નિહાળી અભ્યાસ કર્યો હતો. તેમ જાથાની એક યાદીમાં જણાવાયુ છે.

(12:03 pm IST)