Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આજે રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલીકામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિ': કુલ ૩૮પ ફોર્મ ભરાયા

સૌથી વધુ જેતપુર-નવાગઢમાં ૧૬૭ તથા સૌથી ઓછા જસદણ પાલીકામાં ૪૦ ફોર્મ આવ્યા

રાજકોટ તા. ૩ :.. રાજયની ૭પ નગરપાલીકાની ચૂંટણી યોજાઇ રહી છે, રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલીકા ભાયાવદર, ધોરાજી, જસદણ, જેતપુર-નવાગઢ અને ઉપલેટા પાલીકાની ચૂંટણી યોજાશે.આજે આ પાંચેય નગરપાલીકામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, સોમવારે ચકાસણી થશે, અને મંગળવાર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે.દરમિયાન કલેકટર કચેરીન ચુંટણી શાખાના સુત્રોના ઉમેર્યા પ્રમાણે પાંચેય પાલીકામાં ફોર્મ ભરવા ભારે ધસારો થયો છે. આજે વધુ ફોર્મ ભરાશે, પાંચેયમાં ગઇકાલ સુધીમાં કુલ ૩૮પ ફોર્મ ભરાયા છે, જેમાં જેતપુર-નવાગઢના કુલ ૧૧ વોર્ડમાં ૧૬૭, ભાયાવદરમાં-પ૦, ધોરાજીમાં ૮૪, જસદણમાં-૪૦, અને ઉપલેટામાં-૪૪ ફોર્મ ભરાયા છે, આગામી તા. ૧૭ ના રોજ ચૂંટણી યોજાશે.

(11:57 am IST)