Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાઠિયાવાડી પરંપરા મુજબ થતી સ્વાગત વિધિથી હોકી અને સ્વિમિંગ સ્પર્ધકો ખુશખુશાલ

વિવિધ રાજ્યોના સ્વિમિંગ સ્પર્ધકો અને ટીમોનું સ્વાગત કરતા મેયર ડો. પ્રદીપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા

 

ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટના યજમાન પદ હેઠળ તા.૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન યોજાનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે  વિવિધ આયોજનો અંતર્ગત તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશના જુદાજુદા રાજ્યોમાંથી આવતા અને  રાજકોટના મહેમાન બની રહેલા ખેલાડીઓની રાજકોટ  મહાનગરપાલિકા દ્વારા કાઠિયાવાડી પરંપરા મુજબ થતી સ્વાગત વિધિથી હોકી અને સ્વિમિંગ સ્પર્ધકોએ ખૂબ જ ખુશી અનુભવી હતી. દરમ્યાન આજે તા.૦૧/૧૦/૨૦૨૨ના રોજ બપોરે રેલવે જંકશન ખાતે  આવી પહોંચેલા પંજાબ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના સ્વિમિંગ ઇવેન્ટ્સના ખેલાડીઓનું મેયર ડો. પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત   ઢોલ નગારા સાથે ખેલાડીઓનું  કાઠિયાવાડી પરંપરા અનુસાર તિલક કરીને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

(12:54 am IST)