Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દહેગામ-સોજાગામના ચકચારી જમીન પ્રકરણમાં

જમીનના ખોટા દસ્‍તાવેજો બનાવવવાના ગુનામાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. રઃ દહેગામ તાલુકાના ચીસકરી-સોજા ગામના ચકચારી જમીન પ્રકરણમાં આરોપીના જામીન મંજુર કરી ગુજરાત હાઇકોર્ટ જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.
અત્રેના બનાવની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી નારાયણભાઇ ગોબરદાસ પટેલ-દહેગામ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં કહેવાતી ફરિયાદ અનુસંધાને પોતાની સને ર૦૧૩માં ખરીદેલી ખેતીની જ મીન બ્‍લોક નં. ૯પ અને ૩૦૩ એમ કુલ ૬ વિઘા જમીન અનુસંધાને વેચવા કાઢેલ તે બાબતે આરોપીઓ દ્વારા તેમને બોલાવતા અને રૂા. ૬૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા સાઇઠ લાખ પુરા) ઓળવી જવાના આક્ષેપ સાથે ખોટા દસ્‍તાવેજ બનાવવાના આક્ષેપ સાથે વેચાણ દસ્‍તાવેજ કરવાના અનુસંધાને આરોપી-ધર્મેન્‍દ્રસિંહ બળવંતસિંહ સીસોદીયા, રહેવાસીઃ ગાંધીનગર વાળાની ધરપકડ કરેલ. જે અનુસંધાને આરોપીએ અદાલતમાં જામીન અરજી કરતા જે અરજી નામંજુર થયેલ.ત્‍યારબાદ આરોપીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી ગુજારતા ગુજરાત હાઇકોર્ટે બન્‍ને પક્ષોની દલીલો સાંભળીને, આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ. તેમજ આરોપીના એડવોકેટ હેમંત એસ. શેઠ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્‍ટ રજુ કરેલ હતા તથા તેમની દલીલને ધ્‍યાને લઇને, આ કામના આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે.
ઉપરોકત આરોપી-ધર્મેન્‍દ્રસિંહ બળવંતસિંહ સીસોદીયા વતી રાજકોટના ધારાશાષાી હેમંત એસ. શેઠ, કશ્‍યપ આર. રત્‍નું, સ્‍નેહા વી. દેત્રોજા રોકાયેલા હતા.

 

(4:48 pm IST)