Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

‘હું અહિં તાળા તોડી અંદર ઘુસી ગઇ છું, અહીંજ રહેવાની છું' કહી પુત્રવધુએ સાસરીયામાં ધમાલ મચાવીઃ તોડફોડ

સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં બનાવઃ વૃધ્‍ધા અજબાઇબેન રાઠોડે પુત્રવધુ કૃતી વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ તા. રઃ રિસામણે બેઠેલી પુત્રવધુએ નિર્મલા રોડ પર સૌરાષ્‍ટ્રકલા કેન્‍દ્રમાં સાસરીએ આવી મકાનના તાળાતોડી ‘હું અહી તાળાતોડી અંદર ઘુસી ગઇ છું, હું અહિંજ રહેવાની છું' તેમ કહી સાસુને ગાળો આપી ધકકો મારી ધમાલ મચાવી દરવાજો તોડી નુકસાન કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નિર્મલા રોડ પર આવેલ સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર શેરી નં.૪માં રહેતા નિવૃત શિક્ષીકા અજબાઇબેન નારણભાઇ રાઠોડ (ઉ.૭૩) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પુત્રવધુ કૃતી સામે ફરીયાદ નોંધાવી છે. અજબાઇબેને ફરીયાદમાં જણાવ્‍યું છેકે, પોતે સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રમાં પુત્ર પાર્થભાઇ રાઠોડ સાથે રહે છે. પોતે નિવૃત શિક્ષીકા છે, જેથી પેન્‍શનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પોતાના પુત્ર પાર્થના ર૦૦૯માં જ્ઞાતિના રીત રીવાજ મુજબ રાજકોટ રૈયા રોડ વિસ્‍તારમાં રહેતા દાનસીંગભાઇ સંગ્રામભાઇ ડોડીયાની પુત્રી કૃતી સાથે લગ્ન થયા હતા. બાદ પુત્ર અને પુત્રવધુ કૃતી વચ્‍ચે અણબનાવ થતા ર૦૧રમાં કૃતી પોતાના માવતરે જતી રહી હતી.
બાદ ર૦૧૪માં તેણે ભરણ પોષણનો દાવો દાખલ કરતા કોર્ટે માસીક રૂા.૧૦ હજાર નકકી કરેલ જે પુત્ર નીયમીત ભરણ પોષણની રકમ કોર્ટમાં ભરે છે. દરમ્‍યાન ગઇકાલેસાંજે પોતે આફ્રીકા કોલોનીમાં રહેતી દીકરી સેજલના ઘરે હતા. ત્‍યારે પુત્રનો પોતાને ફોન આવ્‍યો હતો તેણે કહેલ કે, ‘મારા મિત્ર ચીરાગભાઇનો ફોન આવેલ કે, તાળુ તોડી તમારા ઘરમાં કૃતી ઘુસી ગઇ છે.' તેમ પુત્રએ વાત કરતા પોતે તથા પુત્રી સેજલબેન, જમાઇ તથા પોતાના ભાઇ વિરમભાઇ એમ બધા પોતાના ઘરેગયા અને ઘરે જઇને જોતા દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા દરવાજો અંદરથી બંધ હતો. થોડીવાર બાદ અંદરથી કૃતીએ દરવાજો ખોલતા પોતેતેને કહેલ કે ‘તમે કેમ મારા ઘરે આવી ગયા કેમ મકાનના તાળા તોડી ઘુસી ગયા છો' તેમ કહેતા કૃતીએ કહેલ કે ‘આ મારૂ મકાન છે હું અહી તાળા તોડીને અંદર ઘુસી ગઇ છું અને હું અહિંજ રહેવાની છું' તેમ કહી પોતાને ગાળો આપી ધકકો મારી ‘તુ અહીયા મને ન રહેવા દે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મકાનમાં બળજબરીથી ઉપર જતી રહેલ અને અંદર રૂમમાં તથા કબાટમં તાળા મારી દીધા હતા બાદ પોતાની સાથે આવેલ પુત્રી  જમાઇ અને ભાઇએ કૃતીને સમજાવતા તે ત્‍યાંથી ગયેલ નહી બાદ પોતે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગયેલ અને પોલીસે બંને પક્ષને સમજાવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ કૃતી માનેલ નહી બાદ પુત્ર પાર્થ પણ આવી જતા તમામ ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્‍યા હતા કૃતી શિક્ષીકા તરીક ેનોકરી કરતી હોવાનું જણવા મળ્‍યું છે આ મામલે એ.એસ.આઇ. જયસુખભાઇ હુંબલ તથા રાઇટર હસમુખભાઇ નીનામાએ વૃધ્‍ધા અજબાઇબેન રાઠોડની ફરીયાદ પરથી પુત્રવધુ કૃતિ વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી પી.એસ.આઇ.એમ.વી.ભુવાએ તપાસ હાથ ધરી છ.ે

 

(4:47 pm IST)