Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કેન્‍દ્રના નાણા મંત્રીને વિવિધ પ્રશ્ને વિસ્‍તૃત રજૂઆત

રાજકોટ તા.૨ જેમની ઉમર ૫૭ વર્ષ પુરી થઇ હોઇ હોય અને જેમની આવક આવકવેરાને પાત્ર થતી ન હોય તેમને આઇટી રીટર્ન ભરવામાંથી મુકતી આપવા ઇન્‍કમ ટેક્ષ ખાતુ દર વર્ષે નિઃશુલ્‍ક રીટર્ન ભરી આપવાની વ્‍યવસ્‍થા કરી આઇટી રીટર્ન બીજા પાસે મોટા ભાગે તમામ લોકો ભરાવતા હોય, કામના બોજને કારણે રીટર્ન ભરનાર દ્વારા કોઇ વિગત દર્શાવવાનુ રહી જાય કે ભૂલ થાય તો હંમેશા માફ કરવામાં આવે, આઇટી રીટર્ન ગુજરાતીમાં અત્‍યંત સરળ, હળવુ, ટુકૂ, ઓછુ ભણેલ ભરી શકે તેવું કરવા, ઓફ લાઇનને પણ મહત્‍વ આપવા, તમામ ખાતુ અતિ આકરો દંડ, આકરા નિયમો રદ કરે, તમામ ખાતાના બધા જ અધિકારી કર્મચારી, પદાધિકારીઓને દર વર્ષે ૭ દિવસ સારા સંસ્‍કાર, માનવતા, સાદગી, સ્‍વચ્‍છતા, નિઃસ્‍વાર્થ સેવા, સારા વાંચન, યોગની સઘન તાલીમ આપવામાં આવે, તમામ સરકારી સંસ્‍થાઓનું બધુ જ સંચાલન હંમેશા સરકાર દ્વારા જ કરવા, નવી આયુર્વેદ સરકારી યુનિવર્સિટી ખોલવામાં આવે, નેશનલ યુથ કાઉન્‍સીલમાં ખૂબ જ તટસ્‍થ ભાઇઓને ૈઉંમર ધ્‍યાને લીધા વગર પ્રવૃતિ જોઇને નિમવા, પદ્મ એવોર્ડ સહિત તમામ એવોર્ડમાં પુરસ્‍કારની રકમ દર વર્ષે વધારવા, કેન્‍દ્રના નાણા મંત્રીશ્રીને યુવા અગ્રણી એચઆર મકવાણાએ પત્ર લખી સેજસનો કર્યા છે.

 

(3:57 pm IST)