Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બેચરભા પરમાર ટ્રસ્‍ટ દ્વારા કાલે વૃક્ષના રોપાઓનું વિનામુલ્‍યે વિતરણ

રાજકોટ તા. ૨ : બેડીપરા રાજપૂત સમાજ અગ્રણી, ક્ષત્રિય રાજપૂત કન્‍યા છાત્રાલય (નારણકા) ના ટ્રસ્‍ટી દાતા સ્‍વ. બેચરભા પાંચાભા પરમારના ૭૫ માં જન્‍મ દિવસ નિમિતે કાલે તા. ૩ ના રવિવારે શ્રી બેચરભા પાંચાભા પરમાર શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧ હજાર વૃક્ષના રોપાઓનું વિનામુલ્‍યે વિતરણ કરાશે. અતિથિ પાર્ટી પ્‍લોટ, કે.કે.વી. ચોક સર્વીસ રોડ, ૧૫૦ ફુટ રીંગરોડ તથા શિવશક્‍તિ રેસ્‍ટોરન્‍ટ, ડી-માર્ટ સામે, કુવાડવા રોડ ખાતે એમ બન્ને સ્‍થળે સાંજે પ થી ૭ સુધી આ વિતરણ કાર્ય ચાલુ રહેશે. વધુને વધુ લોકોએ લાભ લઇ પર્યાવરણને બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા બેચરભા પરમાર ટ્રસ્‍ટવતી ચંદુભા પરમાર અને હરિશસિંહ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.

(3:37 pm IST)