Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પૂ. રાજગુરૂ ભગવંતનો શીતલનાથ

જૈન સંઘ ખાતે સાદગીથી ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ તા. રઃ ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્‍વ. શ્રી જસાજી સ્‍વામિના પાયનુપાટ સ્‍થવીર ગુરુદેવ સ્‍વ. શ્રી પૂજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્ક દર્શક અનંત ઉપકારી પૂજય ગુરુભગવંત બાલ બ્રહ્મચારી શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબ ત્‍થા પૂજય શ્રી તત્‍વજ્ઞમુનિજી મહારાજ સાહેબ આદિઠાણા ભગવંતો તા. ર જુલાઇના રોજ ચાતુર્માસ કલ્‍પ માટે શ્રી શીતલનાથ સંઘ, ૭ અ-મીલપરા, કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહનો રાજકોટના આંગણે કોઇને પણ પૂર્વ સુચીત કર્યા વગર સંપૂર્ણ સાદગીથી શ્રી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ છે.

(4:56 pm IST)